ગુજરાત

gujarat

ETV Bharat / state

જૂનાગઢમાં શાળાના ઓરડા, ગામડામાં પીવાનું પાણી અને ઘણા ગામડા તલાટી મંત્રી વિહોણા - સુજલામ સુફલામ યોજના

જૂનાગઢ જિલ્લા પંચાયતની સાધારણ સભા (Meeting of Junagadh District Panchayat )મળી હતી. જેમાં જિલ્લા પંચાયત હસ્તક આવતા ગામડાઓમાં શાળાના ઓરડા, પીવાનું પાણી અને જિલ્લામાં 50 ટકા કરતાં વધારે ગામો તલાટી મંત્રી વિહોણા હોવાનું સાધારણ સભામાં બહાર આવ્યું હતું.

જૂનાગઢમાં શાળાના ઓરડા, ગામડામાં પીવાનું પાણી અને ઘણા ગામડા તલાટી મંત્રી વિહોણા
જૂનાગઢમાં શાળાના ઓરડા, ગામડામાં પીવાનું પાણી અને ઘણા ગામડા તલાટી મંત્રી વિહોણા

By

Published : Jul 20, 2022, 6:07 PM IST

જૂનાગઢ: શહેરમાં જિલ્લા પંચાયતની સાધારણ સભા (Meeting of Junagadh District Panchayat ) મળી હતી. જેમાં જિલ્લામાં આવેલી પ્રાથમિક શાળાઓમાં ઓરડાની ઘટ ગામડાઓમાં પીવાના પાણીની સમસ્યા અને જિલ્લાના ગામડાઓ પૈકી 50 ટકા કરતાં વધુ ગામડાઓ આજે પણ તલાટી મંત્રી વિહોણા હોવાની વિગતો બહાર આવી હતી. વિપક્ષના સદસ્યો દ્વારા પૂછવામાં આવેલા સવાલોના જવાબમાં આ વિગતો આજે બહાર આવી છે. જેમાં આગામી દિવસોમાં રાજ્ય સરકાર સાથે જિલ્લા પંચાયત જૂનાગઢના પદાધિકારી અને અધિકારીઓ યોગ્ય પરામર્શ કરીને શાળાના ઓરડાની ઘટ તલાટી મંત્રીઓની નિમણૂક અને પીવાનું ચોખ્ખું પાણી મળી રહે તે અંગેની વ્યવસ્થા કરવા પંચાયતના ચૂંટાયેલા સભ્યોને ભરોસો અપાવ્યો હતો.

આ પણ વાંચોઃગુજરાતની સરકારી શાળાઓ અને કોલેજો કઈ રીતે બનશે આત્મનિર્ભર, શું છે સરકારનો આ નવો પ્રોજેક્ટ

કોંગ્રેસના સદસ્યોના સવાલો -જિલ્લા પંચાયતમાં 32 જેટલા(Jilla Panchayat Society)સદસ્યો છે. જેમાં આજની સાધારણ સભામાં મોટા ભાગે કોંગ્રેસના સદસ્યોએ ચર્ચામાં ભાગ લીધો હતો. અરવિંદ લાડાણી ધર્મિષ્ઠાબહેન કામાણી અને વિરોધ પક્ષના નેતા હમીર ધુડાએ સવાલો કર્યા હતા. ધર્મિષ્ઠાબહેન કામાણીએ પ્રાથમિક શાળામાં શિક્ષકોની ઘટને લઈને સવાલો ઉપસ્થિત કર્યા હતા. તો અરવિંદ લાડાણીએ સુજલામ સુફલામ યોજના અંતર્ગત થયેલા કામો અને કેટલા કામો બાકી છે તેને લઈને સવાલો ઉભા કર્યા હતા.

આ પણ વાંચોઃજિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેનને કેમ સોશિયલ મીડિયા દ્વારા આપવું પડ્યું રાજીનામું?

તલાટી મંત્રીની ખાલી જગ્યાઓ -વિરોધ પક્ષના નેતા હમીર ધુડા એ જૂનાગઢ જિલ્લા પંચાયતમાં તલાટી મંત્રીની ખાલી જગ્યાઓને લઈને ચિંતા વ્યક્ત કરીને તાકીદે ખાલી જગ્યા ભરવામાં આવે તેવી માંગ કરી હતી. ભાજપના મુકેશ કણસાગરાએ પણ માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના માર્ગોની હાલત ખૂબ ખરાબ હોવાની રજૂઆત કરી હતી. અધિકારીઓના વાકે ચૂંટાયેલા સદસ્યોને મતવિસ્તારમાં જવા માટે ખૂબ મુશ્કેલ પડી રહી છે તેવો આક્ષેપ પણ કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details