જૂનાગઢઃ કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2020-21ના ટેકાના ભાવની જાહેરાત કરી હતી. જેને ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશ દ્વારા ખેડૂતોની મજાક સાથે સરખાવીને તેને ફગાવી દીધા હતા હતા. કેન્દ્રીય કૃષિ પ્રધાન દ્વારા વર્ષ 2020-21ના ટેકાના ભાવની જાહેરાત કરાઈ હતી. જે પ્રકારે કેન્દ્ર સરકાર દ્વારા ટેકાના ભાવોને જાહેરાત કરાયા બાદ ખેડૂતોને મજાક થતી હોય તે પ્રકારે કૃષિ જણસોનાની ખરીદી કરવામાં આવતી નથી, જેને લઇને ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશ દ્વારા કેન્દ્ર સરકારના નિર્ણય સામે આકરા પાણીએ જોવા મળી રહ્યો છે.
કેન્દ્ર સરકારે જાહેર કરેલા ટેકાના ભાવ ખેડૂતોની ક્રૂર મજાક, ભારતીય કિસાન સંઘે સરકારની નીતિની કાઢી ઝાટકણી
કેન્દ્ર સરકારે મંગળવારે કૃષિ જણસોના ન્યુનતમ મૂલ્ય આધારિત બજાર ભાવ વર્ષ 2020-21ના જાહેર કર્યા હતા. જેને ભારતીય કિસાન સંઘે ખેડૂતોની મજાક સમાન ગણાવીને ફગાવી દીધા હતા. કિસાન સંઘે કેન્દ્ર સરકારની જાહેરાતને માત્ર કાગળ પરની જાહેરાત ગણાવી ખેડૂતોને મજાક સાથે સરખાવી હતી.
કેન્દ્ર સરકારે જાહેર કરેલા ટેકાના ભાવ ખેડૂતોને ક્રૂર મજાક ભારતીય કિસાન સંઘે સરકારની નીતિની કાઢી ઝાટકણી
કેશોદના APMC પ્રમુખ પુજાભાઇએ જણાવ્યું કે, 2450 કિલો ચણાની સામે 540 કીલો ચણાની ખરીદી કરાઇ હોવાનું જાણાવ્યું છે.