જૂનાગઢઃ વર્તમાનમાં નાગરિકોની ખાદી પ્રત્યેની જાગરૂકતા વધી છે. માત્ર વૃદ્ધ જ નહીં પરંતુ યુવાનો પણ ખાદી પ્રત્યે આકર્ષણ જોવા મળી રહ્યું છે. આજે ગાંધી જયંતિના દિવસે નાગરિકો ખાદીની ધૂમ ખરીદી કરી રહ્યા છે. જૂનાગઢમાં આવેલા ખાદી ગ્રામ ઉદ્યોગ ભવન ખાતે પણ વહેલી સવારથી જ ખૂબ મોટી સંખ્યામાં ગ્રાહકો ઉમટી પડ્યા છે. ખાદીમાં પણ P1 પ્રકારની ખાદી ગ્રાહકોમાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની રહી છે.
Junagadh News : આધુનિક જમાનાના દરેક પ્રકારના કાપડને મજબૂત ટક્કર આપી રહી છે P1 ખાદી - બહુ પોપ્યુલર
ગાંધી જયંતિને દિવસે ગાંધીજીને પ્રિય એવી ખાદીના વેચાણમાં વૃદ્ધિ જોવા મળે છે. સમગ્ર રાજ્યની જેમ જૂનાગઢમાં પણ ખાદીની ખરીદી થઈ રહી છે. આ વર્ષે P1 ખાદી બની રહી છે સૌની મનપસંદ. P1 ખાદીના ઉત્પાદન, પ્રકાર અને વેચાણ વિશે વધુ વાંચો વિગતવાર
Published : Oct 2, 2023, 2:37 PM IST
P1 ખાદીનો ક્રેઝઃ ગાંધીજીના સમયમાં ઘરે કાંતીને ખાદીના કાપડ તૈયાર કરવામાં આવતા હતા. તેમાંથી વસ્ત્રો બનાવીને પહેરવાનો એક અલગ વર્ગ હતો. તે સમયે ખાદીના વસ્ત્રોમાં કોઈ આધુનિક ફેશન કે રંગ જોવા મળતા ન હતા. છેલ્લા કેટલાક વર્ષોમાં P1 ખાદીનો ક્રેઝ વધતો જોવા મળે છે. આધુનિક સમય અને ફેશનના યૂગમાં મિલના કાપડને પણ ટક્કર મારે તે પ્રકારના ખાદીના વસ્ત્રો P1 ખાદીમાંથી બની રહ્યા છે. ખાસ કરીને ગોંડલ અને પોરબંદર વિસ્તારમાં બનતી P1 ખાદી બહુ પોપ્યુલર થઈ રહી છે. P1 ખાદીમાંથી બનેલા કપડાં તમામ વય જૂથના લોકોમાં પણ ખૂબ પ્રચલિત બની રહ્યા છે.
છેલ્લા કેટલાક વર્ષોથી ખાદીની ખરીદીમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને P1 ખાદીમાં જે કલર અને આધુનિક ફેશનને અનુરૂપ કપડું બની રહ્યું છે તેને કારણે P1 ખાદીનો એક ચોક્કસ ચાહક વર્ગ દર વર્ષે સતત વધી રહ્યો છે. પહેલા એક માત્ર સફેદ કલરમાં મળતી ખાદી આજે P1 ખાદી સ્વરૂપે રંગબેરંગી બની રહી છે. જેને કારણે તમામ વય જૂથના લોકોમાં પણ P1 ખાદીનું આકર્ષણ જોવા મળે છે. લોકો ઉત્સાહભેર P1 ખાદી ખરીદી રહ્યા છે...સુભાષ પુરોહિત(મેનેજર, ખાદી ભંડાર, જૂનાગઢ)