જૂનાગઢઃશહેરની સૌથી જૂની ઓળખ એટલે કાળવાચોક કાળવા (Junagadh Kalwa Chowk )ચોકમાં વર્ષોથી મહેર જવાંમર્દ કાળવા ઓડેદરાની પ્રતિમા સ્થાપિત કરાઈ છે જ્યારે કાળવા ચોકમાં કાળકા ઓડેદરાની કોઈ પ્રતિમા સ્થાપિત કરવામાં ન હોતી આવી તે પૂર્વેથી ચોકનેને કાળવા ઓડેદરા ચોક તરીકે લોકો ઓળખતા હતા. ત્યારે કાળવા ચોકમાં મહેર જવાંમર્દ કાળવા ઓડેદરાની પ્રતિમા સ્થાપનની રજત જયંતિ(Silver Jubilee Celebration ) ઉત્સવ નિમિત્તે આજે જૂનાગઢમહેર સમાજ દ્વારા કાળવા ઓડેદરાને પુષ્પાંજલિ અર્પણ કરી રજત જયંતી મહોત્સવની (Silver Jubilee Celebration )ધામધૂમપૂર્વક ઉજવણી કરી.
કાળવા ઓડેદરાની પ્રતિમા સ્થાપનની રજત જયંતિ મહોત્સવ જૂનાગઢમાં ઉજવાયો
મહેર જવામર્દ કાળવા ઓડેદરાની જૂનાગઢ શહેરના(Statue installation of Kalwa Odedra ) તેમના નામ સાથે સંકળાયેલા કાળવા ચોકમાં પ્રતિમા સ્થાપનની રજત જયંતિ મહોત્સવ આજે જૂનાગઢ અને પોરબંદર જિલ્લાના મહેર સમાજ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. જૂનાગઢમાં આવેલા મહેર સમાજના યુવાનો એ પારંપરિક વેશભૂષાનો પોષાક ધારણ કરીને રેલી સ્વરૂપે કાળવા ચોકમાં આવીને મહેર જવાંમર્દ કાળવા ઓડેદરાની પ્રતિમાને ફૂલહાર અને હારતોરા કરીને તેમની પ્રતિમા સ્થાપન રજત જયંતી મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મહેર સમાજના યુવાનોએ પારંપરિક મણિયારો રાસ (Maher Traditional Maniyaro Raas )રજુ કરીને રજત જયંતી મહોત્સવની ઉજવણી અને ચાર ચાંદ લગાવી દીધાહતા.