ગુજરાત

gujarat

ETV Bharat / state

Junagadh News: તેલીયા રાજાઓનું ષડયંત્ર, મગફળીની આવક શરુ થતા જ સીંગતેલમાં ભાવ ઘટાડાને લીધે ખેડૂતોને નુકસાન - ષડયંત્ર

માર્કેટમાં મગફળીનો પાક ઠલવાતા તેલીયા રાજાઓએ પોતાનું પોત પ્રકાશ્યું છે. સીંગતેલના બજારને નરમ કરી દેતા ખેડૂતોને મગફળીનો જોઈએ તેવો ભાવ મળી રહ્યો નથી. વાંચો તેલીયા રાજાઓના ષડયંત્ર વિશે વિગતવાર

મગફળીની આવક શરુ થતા જ સીંગતેલમાં ભાવ ઘટાડાને લીધે ખેડૂતોને નુકસાન
મગફળીની આવક શરુ થતા જ સીંગતેલમાં ભાવ ઘટાડાને લીધે ખેડૂતોને નુકસાન

By ETV Bharat Gujarati Team

Published : Oct 28, 2023, 6:11 PM IST

ખેડૂતોને પાક બદલવાનો વારો આવશે

જૂનાગઢઃ અત્યારે ખેડૂતો મગફળીનો પાક વેચવા માટે માર્કેટિંગ યાર્ડ અને ખુલ્લા બજારોમાં લાવી રહ્યા છે. આ દિવસોમાં તેલીયા રાજાઓએ સીંગતેલનો ભાવ ઘટાડી દીધો છે. પરિણામે ખેડૂતોને મગફળીના પાકનો યોગ્ય ભાવ નથી મળી રહ્યો. અત્યારે મગફળી ધાર્યા કરતા બહુ નીચા ભાવે વેચાતા મગફળી પકવતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે.

તેલીયા રાજાઓનું ષડયંત્ર

ભાવની વિષમતાઃ નવી સીઝનની મગફળીને શરુઆતમાં પ્રતિ 20 કિલો 2500 રુપિયાનો ભાવ મળતો હતો. સીંગતેલના ભાવમાં ઘટાડો થતા મગફળીના ભાવ પ્રતિ 20 કિલોએ 2000 રુપિયાથી પણ નીચે થઈ ગયા છે. એટલે કે ખેડૂતોને 500થી 700 રુપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ ઓછા ભાવને લઈને ખેડૂતોને પડતર કિંમત પણ કેમ કાઢવી તે મુંજવણ થઈ રહી છે.

મોડસ ઓપરન્ડીઃ છેલ્લા કેટલાક વર્ષોથી આમ જ બની રહ્યું છે. નવરાત્રી બાદ ખેડૂતો મગફળીનો પાક બજારમાં ઠાલવવાની શરુઆત કરે ત્યારે જ સીંગતેલના ભાવમાં ઘટાડો નોંધાય છે. જેથી ખેડૂતોને પોતાના મગફળી પાકના યોગ્ય ભાવ માર્કેટ યાર્ડ કે ખુલ્લા બજારોમાં મળતા નથી. આના પરથી કહી શકાય કે તેલીયા રાજાઓના સકંજામાં છે આખું મગફળી બજાર. તેલીયા રાજાઓ અને સંગ્રહાખોરો અત્યારે ખેડૂતો પાસેથી ઓછા ભાવમાં મગફળીની ખરીદી કરી લે છે. ત્યારબાદ જ્યારે થોડા સમય બાદ મગફળીની આવક બજારમાં મર્યાદિત થાય છે ત્યારે મોંઘાભાવે મગફળી વેચવા કાઢે છે. આ જ વખતે સીંગતેલના ભાવ પણ ઊંચા કરી દેવામાં આવે છે. આ કારસ્તાનને પરિણામે તેલીયા રાજાઓ મગફળી પકવતા ખેડૂત કરતા 3થી 4 ગણો નફો રળતા હોય છે. જ્યારે જગતનો તાત એવો ખેડૂત લાચાર બનીને આ તમાશો જોઈ રહે છે.

મગફળીની સીઝનમાં સીંગતેલનું બજાર નરમ પડે છે. એકવાર ખેડૂત પાસેથી મગફળીનો પાક વેચાઈ ગયા બાદ બજાર ઊંચકાય છે. જો ખેડૂતોને મગફળીનો યોગ્ય ભાવ મળે તો જ ખેડૂતોને લાભ થાય તેવું છે નહિતર ખેડૂતોને નુકસાન જ છે...અશ્વિન મોરી(ખેડૂત, માળિયા)

માર્કેટમાં મગફળીના ભાવો એ ડીમાન્ડ એન્ડ સપ્લાય પર આધારિત હોય છે. અત્યારે માર્કેટયાર્ડમાં પ્રતિ દિન 2થી 3 હજાર બોરી મગફળી ઠલવાઈ રહી છે...ડી. એસ. ગજેરા(સચિવ, જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ)

  1. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં એક જ દિવસમાં થઇ 30 હજાર કરતાં વધુ કેરીના બોક્સની આવક
  2. Increase vegetable prices in Junagadh : જૂનાગઢમાં ટમેટાંનો ભાવ કેમ થઇ ગયો બમણો જાણો

ABOUT THE AUTHOR

...view details