જૂનાગઢ : ગુરુવારે મનપાની જનરલ બોર્ડ બેઠક મળી હતી. જેમાં ભારે હંગામો થયો હતો. સત્તાધારી પક્ષ ભાજપ સામે જ ભાજપના જ કેટલાક સિનિયર આગેવાનો અને કોર્પોરેટરોએ સત્તાધારી પક્ષને સાણસામાં લીધા હતી. છેલ્લા કેટલાક સમયથી જૂનાગઢ મનપા વિસ્તારમાં જાહેર માર્ગો અને હાઉસ ટેક્સને લઈને લોકોમાં ભારે વિરોધ જોવા મળતો હતો.
જૂનાગઢ મનપાની જનરલ બોર્ડ મિટિંગમાં ભાજપે નિભાવી વિરોધ પક્ષની ભૂમિકા - ભાજપના સિનિયર કોર્પોરેટર
ગુરુવારે જૂનાગઢ મનપાની જનરલ બોર્ડ બેઠક મળી હતી. જેમાં ભાજપના કેટલાક સિનિયર કોર્પોરેટરોએ સત્તાધારી પક્ષ ભાજપ અને જૂનાગઢ મનપાના અધિકારીઓને સાણસામાં લેતા બોર્ડ હંગામેદાર બન્યું હતું. જે પ્રકારે ભાજપના જ કેટલાંક સિનિયર કોર્પોરેટરોએ જૂનાગઢ મનપા વિસ્તારમાં જાહેરમાર્ગો, હાઉસ ટેક્સ અને આરોગ્યને લગતી કેટલીક બાબતોને લઈને અધિકારીની સાથે સત્તાધારી પક્ષ ભાજપ સામે સવાલો ઉભા કર્યા હતા. મનપામાં ભાજપ સામે વિરોધ પક્ષ તરીકે ગુરુવારે ભાજપે જવાબદારી નિભાવી હતી.
જૂનાગઢ મનપાના જનરલ બોર્ડ
બીજી તરફ ભાજપના જ કેટલાક સિનિયર કોર્પોરેટરોએ ગ્રાન્ટ ફાળવવામાં વ્હાલા-દવલાની નીતિ તેમજ જૂનાગઢ મનપાના લોકો દ્વારા જે ટેક્ષ રૂપી આવક આપવામાં આવે છે, આ રૂપિયાનો ખર્ચ લોક ઉપયોગી અને જૂનાગઢ કોર્પોરેશન વિસ્તાર માટે કરવો જોઇએ તેવી માગ પણ કરી હતી. અધિકારીઓ પ્રજાના ટેક્સના પૈસાને ગેરવલ્લે વાપરી રહ્યા છે. આ તમામ અધિકારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માગ પણ કરવામા આવી હતી.