ગુજરાત

gujarat

ETV Bharat / state

જૂનાગઢ જિલ્લા પંચાયતની જનરલ બોર્ડની બેઠક યોજાઈ - જૂનાગઢ જિલ્લા પંચાયત

જૂનાગઢ: જિલ્લા પંચાયતની જનરલ બોર્ડની બેઠક મળી હતી.આ બેઠકમાં કોંગ્રેસના સભ્યો દ્વારા પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાને લઇને સવાલો ઉઠાવવામાં આવ્યા હતા.

જૂનાગઢ જિલ્લા પંચાયતની જનરલ બોર્ડની બેઠક યોજાઇ

By

Published : Aug 19, 2019, 8:13 PM IST

જૂનાગઢ જિલ્લા પંચાયતની સામાન્ય સભા બોલાવવામાં આવી હતી જેમાં માળીયા તાલુકામાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાને લઇને થયેલી ગેરરિતી તેમજ ખોટી આકરણીને લઈને કોંગ્રેસના સભ્યો દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના સભ્ય રણજીતસિંહ પરમાર દ્વારા ખોટી આકરણી અને પાક વીમાને લઈને કશું જ કામ થયું નથી તેવા પુરાવા અને આધાર સાથે સવાલો ઉભા કરવામાં આવ્યા હતા. સમગ્ર મામલે તપાસ કરવાની બાહેધરી પંચાયતના બોર્ડ દ્વારા આપવામાં આવી હતી.

જૂનાગઢ જિલ્લા પંચાયતની જનરલ બોર્ડની બેઠક યોજાઇ

જૂનાગઢ જિલ્લા પંચાયતની સાધારણ સભા બોલાવવામાં આવી હતી. જેમાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાને લઈને થયેલી ગેરરિતી તેમજ યોજનાને અંતર્ગત અનુકૂળ એક પણ પ્રકારની ફાળવણી કરવામાં આવી નથી તેમજ આ સમગ્ર મામલે સ્થળ પર જઇને રોજ કામ કરવાની જગ્યા પર માત્ર ઓફિસમાં બેસીને રોજકામ કરી ખેડૂતોના વ્યાપક હિતને નુકસાન થયું હોવાનો આક્ષેપ કોંગ્રેસના રણજીતસિંહ પરમારે કર્યો હતો.આ મામલે જિલ્લા ખેતીવાડી અધિકારીએ બાહેધરી આપતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાને લઈ જે કામો રહી ગયા છે તેને પૂર્ણ કરીને યોગ્ય અને ન્યાયી યોજનાનો અમલ થાય તે માટેના કામ કરવા માટે તે જણાવવામાં આવ્યું હતું

જૂનાગઢ જિલ્લા પંચાયતની બેઠક મળી હતી. આ બેઠકને લઈને ભાજપ અને કોંગ્રેસમાં પણ ભારે રસાકસી જોવા મળે તેવો અણસાર હતો કોંગ્રેસના 12 જેટલા સભ્યોએ ભાજપના સમર્થનમાં ખૂલીને બહાર આવ્યા હતા. ત્યારે સમગ્ર મામલાને લઈને કોંગ્રેસ દ્વારા કોઈ અવિશ્વાસની દરખાસ્ત કે અન્ય બાબતને લઇને પ્રશ્નો ઉઠાવવામાં આવશે તેવું લાગી રહ્યું હતું. જિલ્લા પંચાયતની સાધારણ સભા તેના એજન્ડા મુજબ ચાલી અને એજન્ડા પૂર્ણ થયા બાદ જનરલ બોર્ડને પૂર્ણ જાહેર કરવામાં વર્ષ 2015માં પૂર્ણ બહુમતી સાથે જૂનાગઢ જિલ્લા પંચાયતમાં સત્તાનું સુકાન કોંગ્રેસે સંભાળ્યું હતું.અઢી વર્ષના સમયગાળામાં કોંગ્રેસમાંથી બાર જેટલા સભ્યોએ ભાજપને સમર્થન આપતા હાલ કોંગ્રેસની ટિકિટ પર ચૂંટાયેલા જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેન સહિત અન્ય પદાધિકારીઓ જૂનાગઢ જિલ્લા પંચાયતનું શાસન કરી રહ્યા છે જેને ભાજપનું સમર્થન પણ હવે મળી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details