◆ આજે છે જૂનાગઢનો 73મો મુક્તિ દિવસ
◆ નવાબે જૂનાગઢનું જોડાણ પાકિસ્તાન સાથે કરતા આરઝી હકૂમતની કરાઈ સ્થાપના
◆ શાક્ષી દિવસની ચળવળ બાદ અંતે જૂનાગઢ 9 નવેમ્બર ૧૯૪૭ના દિવસે નવાબી સાશનથી થયું મુક્ત
◆ સરદાર પટેલ અને શામળદાસ ગાંધીનુ જૂનાગઢની મુક્તિ માટે વિશેષ યોગદાન
◆ બહાઉદ્દીન કોલેજનાં પટાંગણમાંથી શરૂ થઈ આરઝી હકૂમતની ચળવળ
● આજે જૂનાગઢનો 73માં મુક્તિ દિવસ
આજે જૂનાગઢ ઉજવી રહ્યું છે તેનો 73મો મુક્તિ દિવસ, જાણો નવાબી જૂનાગઢ વિશે... - જૂનાગઢ નવાબી શાસન
આજે જૂનાગઢ મનાવી રહ્યું છે તેનો 73મો મુક્તિ દિવસ. વર્ષ 1947ની નવમી નવેમ્બરે સરદાર પટેલના અથાગ પ્રયાસો અને આરઝી હકુમતના સ્વાતંત્ર્ય સેનાનીઓની લડાઇને અંતે જૂનાગઢને આઝાદી મળી હતી. 1947ની 15મી ઓગસ્ટના દિવસે નવાબે જૂનાગઢનું જોડાણ પાકિસ્તાન સાથે કરવાનો નિર્ણય કરવામાં આવતા જૂનાગઢની મુક્તિ માટે આરઝી હકૂમતની સ્થાપના કરવામાં આવી હતી. 86 દિવસની ચળવળ બાદ અંતે 9મી નવેમ્બર 1947ના દિવસે જૂનાગઢ મુક્ત થયું હતું અને સ્વતંત્ર ભારતનો અભિન્ન હિસ્સો બન્યું હતું. જાણો નવાબી જૂનાગઢ વિશે અવનવી વાતો અમારા આ વિશેષ અહેવાલમાં...
જૂનાગઢઃ શહેર આજે તેનો 73મો મુક્તિ દિવસ મનાવી રહ્યું છે. વર્ષ 1947ની નવમી નવેમ્બરે સરદાર પટેલના અથાગ પ્રયાસોથી જૂનાગઢને મુક્તિ મળી હતી. 15મી ઓગસ્ટના દિવસે સમગ્ર દેશ અંગ્રેજોના શાસનમાંથી મુક્ત થયો હતો, પરંતુ જે-તે સમયે જૂનાગઢના નવાબે ભારત સાથે રહેવાની વાતને લઈને ઇનકાર કરીને જૂનાગઢ પાકિસ્તાનનો હિસ્સો છે અને રહેશે તેવી જીદ પકડતા સરદાર પટેલ દ્વારા જૂનાગઢની મુક્તિ માટેની લડાઇ શરૂ કરી હતી અને આરઝી હકૂમત નામની સંસ્થા જૂનાગઢમાં સ્થાપવામાં આવી હતી. જેમાં શામળદાસ ગાંધી, રતુભાઇ અદાણી, અમૃતલાલ શેઠ સહિતના કેટલાક આગેવાનોની હાજરીમાં જૂનાગઢની બહાઉદ્દીન કોલેજ ખાતે એક જાહેર સભા કરીને જૂનાગઢની આઝાદી માટેની લડાઇ શરૂ કરવામાં આવી હતી.