ગુજરાત

gujarat

ETV Bharat / state

નવાબી શાસનમાંથી 86 દિવસની ચળવળ બાદ મુક્ત થયું હતું જૂનાગઢ - uparkot fort junagadh

જૂનાગઢે 9 નવેમ્બરે પોતાનો 75મો મુક્તિ દિવસ ઉજવ્યો (junagadh independence day) હતો. સરદાર વલ્લભભાઈ પટેલના (sardar vallabhbhai patel) અથાગ પ્રયાસો અને આરઝી હુકૂમતના (arzi hukumat) સ્વાતંત્ર્ય સેનાનીઓની લડાઈને અંતે આખરે જૂનાગઢને આઝાદી મળી હતી. ત્યારે જૂનાગઢવાસીઓએ મીઠાઈની વહેંચણી કરીને ઉત્સાહભેર આ દિવસની ઉજવણી કરી હતી.

નવાબી શાસનમાંથી 86 દિવસની ચળવળ બાદ મુક્ત થયું હતું જૂનાગઢ
નવાબી શાસનમાંથી 86 દિવસની ચળવળ બાદ મુક્ત થયું હતું જૂનાગઢ

By

Published : Nov 10, 2022, 8:28 AM IST

Updated : Nov 10, 2022, 9:35 AM IST

જૂનાગઢ9 નવેમ્બર એટલે જૂનાગઢનો મુક્તિ દિવસ (junagadh independence day). જી હાં આજથી 75 વર્ષ પહેલા એટલે કે વર્ષ 1947માં આજના જ દિવસે જૂનાગઢ મુક્ત થઈને ભારતનો હિસ્સો બન્યું હતું. સરદાર વલ્લભભાઈ પટેલના (sardar vallabhbhai patel) અથાગ પ્રયાસો અને આરઝી હુકૂમતના સ્વાતંત્ર્ય સેનાની લડાઈના અંતે જૂનાગઢને આઝાદી મળી હતી. વર્ષ 1947ની 15મી ઓગસ્ટના દિવસે નવાબે જૂનાગઢનું જોડાણ પાકિસ્તાન સાથે કરવાનો નિર્ણય કર્યો હતો. જેને લઈને જૂનાગઢની મુક્તિ માટે આરઝી હુકૂમતની (arzi hukumat) સ્થાપના કરવામાં આવી હતી ત્યારથી 86 દિવસની ચળવળ બાદ જૂનાગઢ મુક્ત થયું અને અખંડ ભારતનો હિસ્સો બન્યું.

સ્વાતંત્ર્ય સેનાનીઓ

બહાઉદ્દીન કોલેજના પટાંગણમાંથી શરૂ થઈ હુકૂમતની ચળવળ15મી ઓગસ્ટના દિવસે સમગ્ર દેશ અંગ્રેજોના શાસનમાંથી મુક્ત થયો હતો, પરંતુ જેતે સમયે જૂનાગઢના નવાબે ભારત સાથે રહેવાની વાતને લઈને ઇન્કાર કરીને જૂનાગઢ પાકિસ્તાનનો હિસ્સો છે અને રહેશે તેવી જીદ પકડતા સરદાર પટેલ દ્વારા જૂનાગઢની મુક્તિ માટેની લડાઇ શરૂ કરવામાં આવી હતી. તેમ જ આરઝી હુકૂમત (arzi hukumat) નામની સંસ્થા મુબઈમાં શામળદાસ ગાંધીની આગેવાનીમાં સ્થાપવામાં આવી હતી. આરઝી હકૂમતની લડાઈ કમિટીમાં (arzi hukumat) શામળદાસ ગાંધી, રતુભાઇ અદાણી, અમૃતલાલ શેઠ સહિત કેટલાક આગેવાનોની હાજરીમાં જૂનાગઢની બહાઉદ્દીન કૉલેજ (bahauddin college junagadh) ખાતે જાહેર સભા કરીને જૂનાગઢની આઝાદી માટેની લડાઇ શરૂ કરવામાં આવી હતી.

જૂનાગઢની મુક્તિમાં આરઝી હુકૂમતનું યોગદાનજૂનાગઢને નવાબી શાસનમાંથી મુક્તિ અપાવવા માટે શામળદાસ ગાંધીને આંદોલનની કમાન સોંપવામાં આવી હતી. તેમની સાથે રતુભાઇ અદાણી, અમૃતલાલ શેઠ સહિત અનેક નામીઅનામી આરઝી હુકૂમતના (arzi hukumat) સ્વાતંત્ર સેનાનીઓ જોડાયા હતા. આના કારણે જૂનાગઢના નવાબ પર દબાણ વધતા અંતે વર્ષ 1947ની 9મી નવેમ્બરના દિવસે જૂનાગઢના નવાબે જૂનાગઢ છોડીને પાકિસ્તાન આશ્રય મેળવવાની ફરજ પડી હતી. ત્યારથી જૂનાગઢની આઝાદી 9મી નવેમ્બરે મનાવતું આવ્યું છે. જૂનાગઢની આઝાદીની લડાઈ સાથે જોડાયેલા લડવૈયાઓ આજે પણ તે દિવસને યાદ કરીને ખુમારી સાથે મુક્તિ દિવસને (junagadh independence day) યાદ કરી રહ્યા છે.

જૂનાગઢના નવાબનો પાકિસ્તાન પ્રત્યેનો પ્રેમ અને જૂનાગઢની મુક્તિનું આંદોલનદેશ આઝાદ થયો પરંતુ જૂનાગઢના નવાબ અને હૈદરાબાદ તેમ જ કાશ્મીરના નિઝામે સામે ભારત સાથે ભળવાની સ્પષ્ટ ના પાડી હતી. આ પરિસ્થિતિમાં ત્રણેય રજવાડાઓને ભારતમાં જોડવા માટે સરદાર વલ્લભભાઈ પટેલે (sardar vallabhbhai patel) આગેવાની લીધી હતી અને જુનાગઢને ભારતમાં ભેળવવાની ચળવળના મંડાણ કર્યા હતા. જૂનાગઢના નવાબના પાકિસ્તાન પ્રેમને કારણે જૂનાગઢનું જોડાણ પાકિસ્તાન સાથે કરવાનો નિર્ણય જેતે સમયે નવાબે કર્યો હતો, જેની સામે સરદાર પટેલ શામળદાસ ગાંધી સહિતના અગ્રણીઓએ નવાબ સામે આંદોલન શરૂ કરતાં અંતે નવાબને પાકિસ્તાન ભણી પોબારા ભણી જવાની ફરજ પડી હતી.

નવાબની ચુંગાલમાંથી મળેલી આઝાદી બાદ જૂનાગઢમાં જોવા મળ્યો ભારે ઉત્સાહજૂનાગઢની મુક્તિ માટેની લડાઈને નજરે જોનાર આઝાદીના લડવૈયા દલપતભાઈ પટેલે 1947ની 9મી નવેમ્બરના દિવસે બનેલી ઘટનાઓને ETV Bharat સમક્ષ વ્યક્ત કરી હતી. તે દિવસે જૂનાગઢના નવાબ પાકિસ્તાન ભાગી જતાં અંતે જૂનાગઢને નવાબી શાસનમાંથી મુક્ત જાહેર કરવામાં આવ્યું હતું અને ઉપરકોટના કિલ્લાની (uparkot fort junagadh) ઉપર શામળદાસ ગાંધી દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવીને જૂનાગઢ સ્વતંત્ર ભારતનો અભિન્ન હિસ્સો જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારે જૂનાગઢના લોકોએ બીજી આઝાદીનો અનુભવ કર્યો હતો. પ્રત્યેક ઘર દિપમાળાથી પ્રજવલ્લિત જોવા મળ્યા હતા. તેમ જ શહેરમાં મીઠાઈ વહેચવાની સાથે ઉત્સાહનો માહોલ દરેક જૂનાગઢવાસીઓ માં જોવા મળતો હતો.

Last Updated : Nov 10, 2022, 9:35 AM IST

ABOUT THE AUTHOR

...view details