ગુજરાત

gujarat

By

Published : Nov 3, 2019, 12:13 PM IST

ETV Bharat / state

જલારામ જયંતી નિમીતે જલિયાણને ધરાયો 156 ભાવના ભોગ

જૂનાગઢઃ જિલ્લામાં જલારામ બાપાની 220મી જન્મ જયંતિને લઈને રવિવારના જલારામ મંદિરમાં જલારામને 156 મહાભોગ લગાવવામાં આવ્યો હતો, આજે વહેલી સવારથી જય જલિયાણના નાદ સાથે ભક્તો જલારામના દર્શન કરીને પાવન થયા હતા.

Jalaram Jayanti

3 નવેમ્બરને રવિવારના સંત શિરોમણી ભક્ત જલારામની 220મી જન્મ જયંતી અને પરોપકારના ઉત્સાહ સાથે મનાવવામાં આવી રહી છે. ત્યારે જલારામ મંદિરમાં આજે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી છે. જન્મ જલારામને 156 મહાભોગ પણ ધરવામાં આવ્યા છે. જલારામ જયંતિના પાવન પ્રસંગે જ્યા ટુકડો ત્યાં હરિ ઢુકડો ના નાદ સાથે પોતાનું જીવન ધર્મ અને સત કાર્યો માટે સમર્પિત કરી દેનાર જલારામબાપા અને વિરબાઈમાંની કલાકૃતિઓ પણ મંદિરમાં યોજવામાં આવી હતી.

જલારામ જયંતી નિમીતે જલિયાણને ધરાયો 156 ભાવના ભોગ

જ્યારે વિરબાઈમાં રોટલા બનાવતા અને જલારામ તેના જરૂરિયાત મંદ લોકોમાં વિતરણ કરતા હતા તે પ્રસંગ આજે દરેક ભક્તોની નજર સમક્ષ એક વાર ફરી સજીવન થયો હતી આજે 220મી જલારામ જયંતીના પ્રસંગે દિવસભર જલારામ મંદિરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. જેનો લાભ જલારામ ભકતોને આખો દિવસ મળી રહે તેવી વ્યવસ્થા પણ મંદિર દ્વારા કરવામાં આવી છે.


ABOUT THE AUTHOR

...view details