વન્યજીવ સંરક્ષણ હેતુ જુનાગઢમાં યોજાઈ ગીરનારની સાયકલ પરિક્રમા જૂનાગઢઃવન્યજીવ સંરક્ષણ હેતુ સાથે જૂનાગઢમાં ગીરનાર ફરતે સાયકલ પરિક્રમાનું (junagadh girnar cycle ride) આયોજન કરાયું હતું. જેમાં સાત જિલ્લાના સાયકલિસ્ટો એ પરીક્રમા મા ભાગ લઈને વન્યજીવ સંસ્કૃતિ અને સંપદાને બચાવવા માટે લોકોને જાગૃત કર્યા હતા. આ સાથે લોકો પોતાની તંદુરસ્તીને લઈને પણ વધુ જાગૃત બને તે માટેનો સંદેશો પહોંચાડવાનો પ્રયાસ કરાયો હતો. જૂનાગઢમાં ગીરનાર ફરતે સાઇકલ પરિક્રમાનું (junagadh girnar Winter Camp) કરાયું હતું. આ આયોજન જુનાગઢમાં પ્રાકૃતિક સંપદા અને વન્યજીવ (save Girnar forest)સંસ્કૃતિનું સંરક્ષણ થાય તેવા હેતુ સાથે રવિવારે જૂનાગઢમાં ગીરનારને ફરતે સાયકલ પરિક્રમા યાત્રાનો આયોજન કરાયું હતું.
આ પણ વાંચોઃ225 કિમીની સાઈકલ યાત્રાથી તબીબો અને ઉદ્યોગપતિઓ કરશે જરૂરિયાતમંદોને મદદ
મહત્ત્વનો હેતુંઃઆ પરિક્રમા યાત્રામાં સૌરાષ્ટ્રના સાત જિલ્લાઓમાંથી અંદાજિત 100 જેટલા સાઇકલ સવારોએ ભાગ લઈને વન્યજીવ સંસ્કૃતિ અને સંપ્રદાનુ સંરક્ષણ થાય તેવા હેતુ સાથે પરિક્રમામાં ભાગ લીધો હતો. વહેલી સવારે 6:30 કલાકે જૂનાગઢના રેલવે સ્ટેશનથી સાયકલ પરિક્રમાને પ્રસ્થાન કરાવ્યું હતું. જે બપોરના બે સુધીમાં જુનાગઢ ખાતે પૂર્ણ થઈ ચૂકી હતી. જુનાગઢથી રાણપુર, ભેસાણ, બિલખા અને પરત જુનાગઢ અંદાજિત 70 કિલોમીટરના આ માર્ગ પર એશિયામાં એકમાત્ર જોવા મળતા જંગલના રાજા સિંહની સાથે અન્ય વન્યજીવ સંસ્કૃતિ અને સંપાદા જોવા મળે છે. જેનું ખૂબ સારી રીતે જતન થાય તેમજ લોકો વન્યજીવ સંસ્કૃતિ અને સંપ્રદાને ખૂબ જ નજીકથી ઓળખે તેવો સંદેશો સામાન્ય લોકો સુધી પહોંચે તે માટે સાયકલ પરિક્રમા યાત્રાનુ આયોજન કરાયું હતું.
આ પણ વાંચોઃજૂનાગઢ સક્કરબાગમાં પ્રાણીઓના ખોરાકમાં કરાયો વધારો
લીલી પરિક્રમાઃ જોકે, હકીકત એ પણ છે કે, ગીરનારની લીલી પરિક્રમા કરવા માટે દર વર્ષે દિવાળીના પર્વ બાદ અનેક લોકો જૂનાગઢ આવે છે. રાજ્યભરના લોકો લીલી પરિક્રમમાં ભાગ લે છે અને વન્ય જીવનનો આનંદ માણે છે. પણ આ વખતે શિયાળું સીઝનમાં પહેલી વખત આ પ્રકારની સાયકલ યાત્રાનું આયોજન કરાયું હતું. જેમાં જૂનાગઢ સહિત અનેક આસપાસના જિલ્લા-શહેરના યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વહેલી સવારે જાણે કોઈ ફીટનેસ પ્રેમીઓનું ગ્રૂપ જૂનાગઢના આંગણે ભેગું થયું હોય એવું ચિત્ર જોવા મળ્યું છે.