ગુજરાત

gujarat

ETV Bharat / state

Junagadh News : સિંહ સિંહણ કુસ્તી કરીને જંગલની જાણી રહ્યા છે રીતભાત, જૂઓ વિડીયો - gir resort

ગીરના જંગલમાંથી સિંહ અને સિંહણ એકબીજા સાથે કુસ્તી કરતા હોવાનો વિડીયો સામે આવ્યો છે. શિકારીઓથી બચવા માટેની રીતભાત જાણતા હોવાનો વિડીયો માનવામાં આવી રહ્યો છે.એકબીજા પર પંજા વડે પ્રહાર કરવાની સાથે બચકું ભરવા સુધીની રીતભાત જાણી રહ્યા છે.

Junagadh Gir : સિંહ સિંહણ કુસ્તી કરીને જંગલની જાણી રહ્યા છે રીતભાત, જૂઓ વિડીયો
Junagadh Gir : સિંહ સિંહણ કુસ્તી કરીને જંગલની જાણી રહ્યા છે રીતભાત, જૂઓ વિડીયો

By

Published : Apr 14, 2023, 9:16 PM IST

ગીરના જંગલમાંથી સિંહ સિંહણ કુસ્તી કરતાનો વિડીયો

જૂનાગઢ : ગીરનું જંગલ પ્રાણીઓની વિવિધતા અને વન્યજીવોના અનેક પ્રસંગોનું આજ દિન સુધી સાક્ષી બની રહ્યું છે. ફોટોગ્રાફર કરીવારના કેમેરામાં સિંહ અને સિંહણની મસ્તી કેદ થાય છે. આ પ્રકારની વર્તણુક સિહ અને સિંહણમાં સામાન્ય જોવા મળે છે. યુવાન થતા પૂર્વે અને ચોક્કસ વિસ્તારમાં દબદબો હાંસલ કરવા માટે જંગલના નિયમો અને શિકાર તેમજ અન્ય પ્રાણીઓથી રક્ષણ કરવા માટેની આ રીતભાત સિંહ અને સિંહણ શીખી રહ્યા છે. જે કેમેરામાં કેદ થઈ છે.

આ પણ વાંચો :Junagadh Lion: ગીર દેવડીયા સફારી પાર્કમાં એકદમ નજીકથી સિંહ દર્શન કરતા પ્રવાસીઓ

સિંહ અને સિંહણ :ગીર જંગલ વિસ્તાર અનેક સારા નરસા પ્રસંગોનું અનાદિકાળથી સાક્ષી બનતું આવ્યું છે, ત્યારે જંગલ વિસ્તારમાં યુવાન સિંહ અને સિંહણ જંગલના નિયમો શિકાર અને શિકારીઓથી બચવા માટેની રીતભાત જાણે કે શીખી રહ્યા હોય તે પ્રકારનો વિડીયો કેમેરામાં કેદ થયો છે. વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર કરીમ કડીવાર જ્યારે ગીર વિસ્તારની મુલાકાતે હતા, ત્યારે આ વિડીયો તેમના કેમેરામાં કેદ થયો છે જે તેમણે ETV Bharatના દર્શકો માટે શેર કર્યો છે.

આ પણ વાંચો :Amreli news : સિંહ પ્રેમીઓએ વ્યક્ત કરી ચિંતા, બૃહદ ગીરમાં સિંહની હલચલ વધી વિડીયો વાયરલ

સિંહ અને સિંહણની વર્તણુક એકદમ અનુરૂપ :સિંહ અને સિંહણ જંગલમાં કોઈપણ વિસ્તારમાં પોતાના વિસ્તાર સ્થાપિત કરતા પૂર્વે જંગલની રીતભાત જાણતા હોય છે. ખાસ કરીને શિકાર અને શિકારીઓથી સાવધ રહેવાની જે પદ્ધતિ છે તે તેના બાલ્યકાળમાં શીખતા હોય છે. આ પ્રકારે જંગલમાં સમય પસાર કરવાથી પારિવારિક પ્રાણી ગણાતા સિંહના સામાજિક જીવનમાં ખૂબ જ મદદરૂપ બને છે. આ પ્રકારની વર્તણૂક ને વન્ય જીવ પ્રેમી કુસ્તી તરીકે ઓળખાવી રહ્યા છે. એકબીજા પર પંજા વડે પ્રહાર કરવાની સાથે બચકું ભરવા સુધીની આ વર્તણુક જંગલના નીતિ નિયમો, શિકાર અને શિકારીઓથી બચવા માટેના તમામ પ્રયાસોના ભાગરૂપે આ પ્રકારની તાલીમ સિંહ પરિવારના બીજા સભ્યો પાસેથી પ્રાપ્ત કરતા હોય છે.

ABOUT THE AUTHOR

...view details