જુનાગઢઃ સકરબાગ પ્રાણી સંગ્રહાલયમાં(Born at Sakkarbagh Zoo) છેલ્લા કેટલાક વર્ષોથી ચાલી રહેલા વન્ય પ્રાણી અને પશુના બ્રિડિંગ સેન્ટરને ભારે સફળતા મળી રહી છે. આ વર્ષે સૌથી વધુ પ્રમાણમાં સિંહ બાળનો જન્મ થયો છે, ગઈકાલે બે માદા વરુએ(Junagadh Gir Forest Gray Wolf) અનુક્રમે 6 અને 4 બચ્ચાને જન્મ આપ્યો છે. જેને લઇને સકરબાગના ઇતિહાસમાં પ્રથમ વખત આ વર્ષે વરુએ આપેલા બચ્ચાના જન્મની સંખ્યા 60 સુધી પહોંચી ગઈ છે. જે સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયના બ્રિડિંગ સેન્ટરની(Animal Breeding Center Junagadh) સફળતા દર્શાવે છે.
સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં વધુ 10 વરુના બચ્ચાનો થયો જન્મ
છેલ્લા કેટલાક વર્ષોથી સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં સિંહ સહિત અન્ય વન્ય પ્રાણી પશુ અને પક્ષીનો બ્રિડિંગ સેન્ટર(Breeding Center Sakkarbaug Zoo) ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં ભારે સફળતા પણ મળી રહી છે છેલ્લા વર્ષોની સરખામણીએ આ વર્ષે સૌથી વધુ સિંહ બાળનો જન્મ બ્રિડિંગ સેન્ટરમાં થયો છે. આ સિવાય સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં અન્ય વન્ય જીવોના બ્રિડિંગ સેન્ટર(Wildlife Breeding Center Junagadh) પણ ચલાવવામાં આવી રહ્યા છે. જે પૈકીના ભારતીય વરુની પ્રજાતિના બ્રિડિંગ સેન્ટરને પણ ખૂબ મોટી સફળતા મળી છે. સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં 60 જેટલા ભારતીય પ્રજાતિના વરુના બચ્ચાનો જન્મ(Birth of a wolf cub in GIR) થયો છે. જે બ્રિડિંગ સેન્ટરની સફળતાને ચાર ચાંદ લગાવી રહ્યા છે.
ગઈકાલે બે માદા વરુ આપ્યો 10 નવજાત. તંદુરસ્ત બચ્ચાને જન્મ