- સાવરકુંડલા રેન્જના ફોરેસ્ટરને મળી સિંહબાળને કેમેરામાં કેદ કરવાની અદભુત ક્ષણ
- એક સાથે ચાર સિંહબાળ કેમેરામાં કેદ
- ખાટલા પર આરામ ફરમાવતા હોય તેવો ફોટો
ગીર: સાવરકુંડલા રેન્જમાં રાત્રીના પેટ્રોલીંગ દરમ્યાન વન વિભાગના ફોરેસ્ટર (Junagadh Forest Department employee) યાશીન જુણેજા ને વન્યજીવ સૃષ્ટિની અવિસ્મરણીય અને અદ્ભુત કહી શકાય તેવી તક પ્રાપ્ત થઈ હતી વન વિભાગનો સ્ટાફ રાત્રી દરમિયાન જંગલ વિસ્તારમાં પેટ્રોલિંગ પર હતો આ દરમિયાન એક સાથે ચાર સિંહબાળ (Junagadh Forest Lion ) ખેતર પડેલા ખાટલામાં જાણે કે રાજાની માફક આરામ ફરમાવતા હોય તે પ્રકારનો ફોટો (a stunning photo of a lion cub) કેમેરામાં કેદ કરવાની અદભુત ક્ષણ પ્રાપ્ત થઈ હતી.
Junagadh Forest Lion: વન વિભાગના કર્મચારીએ સિંહબાળનો અદભુત ફોટો કેમેરામાં કંદાર્યો ફોરેસ્ટર યાસીન જુણેજા વન્ય જીવનની આ અદભુત ક્ષણ કેમેરામાં કંડારવાની તક મળતા થયા અભિભૂત
આ પ્રકારની તક વન્ય જીવસૃષ્ટિને કેમેરામાં કેદ કરવાની ખૂબ જ ભાગ્યેજ મળતી હોય છે. યાસીન જૂણેજા આ પ્રકારની તક મળી છે તેને લઈને પોતાની જાતને ખૂબ જ નસીબવાન માની રહ્યા છે. સામાન્ય સંજોગોમાં સિંહ ને જોવો પણ એક પ્રકારની અદ્ભુત લાગણી નો પ્રસંગ હોય છે ત્યારે એક સાથે ચાર સિંહબાળને કેમેરામાં કેદ કરવાની અદભૂત ક્ષણ પ્રાપ્ત થઈ છે તેને લઈને તેઓ ખૂબ જ ખુશી અનુભવી રહ્યા છે.
ગીરની વન્ય જીવસૃષ્ટિને લઈને સમગ્ર વિશ્વમાં થાય છે સિંહની સાથે ગીર ની પ્રશંસા
ગીર અને સિંહ એકબીજા ને આદિ-અનાદિ કાળથી એકસુત્ર તરીકે સમગ્ર વિશ્વમાં જોવાતા રહ્યા છે આવી પરિસ્થિતિમાં ગીરની વન્ય જીવ સંસ્કૃતિ અને સૃષ્ટિને જોવાની જાણવાની અને તેને માણવાની તક ભાગ્યે જ લોકોને મળતી હોય છે, ત્યારે એક સાથે જ ચાર સિંહબાળ અને તે પણ એક રાજાની અદાથી ખેતરના ખાટલા પર આરામ ફરમાવતા હોય તે પ્રકારની ક્ષણ કેમેરામાં કેદ કરવાની જે તક ફોરેસ્ટ ને પ્રાપ્ત થઈ છે. તેને લઈને ગીર પુર્વના નાયબ વન સંરક્ષક અંશુમન શર્મા પણ ખૂબ જ પ્રસન્ન થયા છે અને ફોરેસ્ટર યાશીન જુણેજાને જે તક મળી છે, તેને લઈને તેઓ તેને અભિનંદન પણ પાઠવી રહ્યા છે. એક સાથે ચાર સિંહબાળ (lion cubs in gir forest) ભાગ્યેજ જોવા મળતા હોય છે અને આ પ્રકારે આરામ કરતા હોય તે પ્રકારે સિંહબાળના દ્રશ્યો રોમાંચિત કરી મૂકે તે પ્રકારના હોય છે ત્યારે ફોરેસ્ટ ના કર્મચારીઓ રાત્રીના પેટ્રોલીંગ પર હતા ત્યારે જીવનના એક લાહ્વા સમાન તક મળી અને મળતાની સાથે ક્ષણનો પણ વિલંબ કર્યા વગર તેને કેમેરામાં આબેહૂબ કેદ કરીને જીવનના એક યાદગાર સંભારણા સમાન આ તકને કચકડે કંડારી પણ લીધી.
આ પણ વાંચો:ગીર પૂર્વના આદસંગ નજીક સિંહનો મૃતદેહ મળ્યો, નખ ગાયબ હોવાથી તપાસનો ધમધમાટ
આ પણ વાંચો:ગીરના સિંહોને મુક્ત કરવાનો મામલો પહોંચ્યો દિલ્હી દરબારમાં, સિંહપ્રેમીઓએ પીએમ મોદીને પત્ર લખ્યો