કારતક સુદ અગિયારસથી ગરવા ગઢ ગીરનારની લીલી પરિક્રમા શરુ થઈ રહી છે. ત્યારે વન વિભાગ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક સમયથી પડી રહેલા વરસાદના કારણે વિભાગને પ્રાથમિક સુવિધાઓઓના આયોજનમાં મુશ્કેલીઓ વેઠવી પડતી હતી. પરંતુ વરસાદે વિરામ લેતા હવે પરિક્રમાના માર્ગને યાત્રિકોની જરૂરિયાત મુજબ તૈયાર કરવામાં આવી છે. 36 કિમીના માર્ગ પર યાત્રિકો માટે પીવાના પાણી સહિત બીજી કેટલીક પ્રાથમિક જરૂરિયાતોની વ્યવસ્થાઓ કરાઈ છે.
વન વિભાગ દ્વારા લીલી પરિક્રમાને આપવામાં આવ્યો આખરી ઓપ - junagadh forest department
જૂનાગઢઃ ગીરનારમાં કારતક સુદ અગિયારસથી લીલી પરિક્રમા શરૂ થઈ રહી છે. જેથી વન વિભાગ દ્વારા લીલી પરિક્રમાની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. રસ્તાઓ અને પીવાના પાણી સહિતની અનેક સુવિઘાઓ સુચારું વ્યવસ્થા માટે તંત્ર સજ્જ થયું છે. ઉપરાંત વરસાદી વાતાવરણને ધ્યાનમાં રાખીને કેટલીક પૂર્વ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.
વન વિભાગ દ્વારા પરિક્રમાને આપવામાં આવ્યો અંતિમ ઓપ
આ ઉપરાંત કોઈ જંગલી પ્રાણી પરિક્રમાના રૂટ પર આવી ન જાય તે માટે પાંજરાની સાથે વન વિભાગના કર્મચારીઓ દ્વારા સતત પેટ્રોલિંગ કરવાની વ્યવસ્થા કરાઈ છે. આ ઉપરાંત પરિક્રમાર્થીઓ માટે વિવિધ ઉતારા મંડળો ભોજન પ્રસાદની વ્યવસ્થાઓ માટે રૂટ પર તેમના પડાવો રખાયા છે .જેથી યાત્રિકોને કોઈ મુશ્કેલીનો સામનો કરવો ન પડે.