ગુજરાત

gujarat

ETV Bharat / state

Junagadh Flood: બાળકોએ વરસાદની મજા માણી તો વેપારીઓને નુકસાન

પાણીમાં લોકો પોતાનો જીવ બચાવવા માટે જાણે કે મથામણ કરતા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. પ્રથમ વખત આ પ્રકારનો અતિ ભારે વરસાદ પડ્યો છે જે જૂનાગઢના જળ પ્રલય સાથે પણ સરખાવવામાં આવે છે. 1982 ની હોનારત બાદ આ પ્રકારે જૂનાગઢમાં જળ પ્રલય થયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા.

Junagadh Flood: બાળકોએ વરસાદની મજા માણી તો વેપારીઓને નુકસાન
Junagadh Flood: બાળકોએ વરસાદની મજા માણી તો વેપારીઓને નુકસાન

By

Published : Jul 23, 2023, 10:24 AM IST

Junagadh Flood: બાળકોએ વરસાદની મજા માણી તો વેપારીઓને નુકસાન

જૂનાગઢ:જૂનાગઢના ઇતિહાસનો સૌથી ભારે વરસાદ નોંધાયો છે. જેને લઈને જુનાગઢ શહેર જાણે કે, કુદરતની આ કરામત સામે બિલકુલ નતમસ્તક થઈને જોઈ રહ્યો હતો. બપોરના 12:00 કલાકે જૂનાગઢમાં સાબેલાધાર વરસાદની શરૂઆત થઈ એક કલાકની અંદર શહેરના તમામ માર્ગો પર બેથી લઈને ત્રણ ફૂટ સુધીના વરસાદી પાણી જોવા મળતા હતા.

બાળકોને મજાઃ જેમાં બાળકોએ વરસાદી પાણીમાં ન્હાવાની મજા લુટી હતી. ત્યારબાદ વરસાદનું અચાનક રોદ્ર સ્વરૂપ સામે આવ્યો અને અતિ ભારે કહી શકાય તેવો વરસાદ જુનાગઢ શહેરમાં તૂટી પડ્યો. જેને કારણે આખું જુનાગઢ શહેર જાણે કે જળ બંબાકાર જેવી સ્થિતિમાં પહોંચી ગયું. જ્યાં નજર પડે ત્યાં માર્ગ પરથી નદી વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા.

વેપારીઓને મોટું નુકસાનઃ અતિ ભારે વરસાદને કારણે જૂનાગઢના મોટાભાગના વિસ્તારના દુકાનદારોને પણ ખૂબ મોટું નુકસાન થયું છે માર્ગ પરથી વહેતો પાણીનો પ્રવાહ રસ્તામાં જે કંઈ પણ આવ્યું તેને તેનામાં સમાવીને આગળ વધી રહ્યો હતો. જેમાં દુકાનદારોને પણ પોતાના માલ સામાનને ખૂબ નુકસાની થઈ છે આમાં બે બાઈટ છે એક નાની છોકરીની અને બીજા દુકાનદારને બંનેના નામ મેં પૂછ્યા નથી એટલે આપણને ખબર નથી.

Junagadh Flood: બાળકોએ વરસાદની મજા માણી તો વેપારીઓને નુકસાન

NDRF ખડેપગેઃએનડીઆરએફ ટીમના આસિ. કમાન્ડન્ટ રાકેશિસિંઘ બિસ્ત પોતાની ટીમ સાથે આખો દિવસ બચાવકાર્યમાં જોડાયેલા રહ્યા છે. ગીરના જંગલ વિસ્તારમાંથી પાણી નીચે આવતા જૂનાગઢ શહેરમાં પાણી ભરાઈ ગયા હતા. સતત વરસાદ વચ્ચે મુખ્ય રસ્તાઓ સિવાય પણ માર્કેટમાં પાણી ભરાઈ ગયા હતા. એવું લાગતું હતું જાણે જૂનાગઢના રસ્તાઓ પર નદી વહી રહી છે. સંખ્યાબંધ વાહનોની સાથે પશુઓ તણાયા હતા. જ્યારે માણસોને દોરડા પકડીને બચાવાયા હતી.

  1. Ahmedabad Rain: એક કલાકમાં આભ નીચોવાયું, નેશનલ હાઈવે પર ચક્કાજામ
  2. Junagadh Rain: જૂનાગઢમાં ધોધમાર વરસાદ પડતા 1982ની હોનારત જેવા દ્રશ્યો સર્જાયા

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details