જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના લોએજ ગામે ખેડૂતોને વીજળી ન મળતી હોવાના કારણે રોષે ભરાયેલા ખેડૂતોએ ઉગ્ર રજુઆત ડિવિઝન અધિકારને કરતા માંગરોળ PGVCL અધિકારીને કરી હતી. ખેડૂતોની રજુઆત અનુસંધાને ડિવિઝન અધિકારી નીનામા સાહેબે ખેડૂતોને હૈયા ધારણા આપી હતી. એક અઠવાડિયામાં ખેડૂતોના પ્રશ્નોના નિવારણ કરવાની ખાત્રી આપી હતી. જો કે હાલમાં ચોમાસાની સિઝન હોવાથી વરસાદ ખેંચાતા ખેડૂતો હેરાન થતા હોય છે.
જૂનાગઢના ખેડુતો વીજળી વિના પરેશાન, પાઠવ્યું આવેદન પત્ર
જૂનાગઢ: જિલ્લામાં આવેલા માંગરોળ તાલુકાના લોએજ ગામે ખેડૂતો વીના વીજળી પરેશાન થઇ રહ્યાં છે. જો કે ખેડુતો દ્વારા આ અંગે અવાર નવાર રજુઆતો કરવા છતાં પણ PGVCL તંત્રનું પેટનું પાણી હલતું નથી. તો અંગે તંત્ર દ્વારા કોઇપણ કાર્યવાહિ કરવામાં ન આવતા ખેડુતોએ અંતે આવેદન પત્ર આપીને પોતાની સમસ્યાઓ રજુ કરી છે.
વીજળીથી પરેશાન ખેડૂતોએ આપ્યુ આવેદન પત્ર
ત્યારે પાકને જીવિત રાખવા કૂવામાં થોડુ ઘણું પાણી હોવાથી પાકને વિજળી વીના પાણી પણ કઈ રીતે આપી શકાય તે પણ એક મોટો પ્રશ્ન ખેડૂતો માટે ઉભો થયો છે, જો કે હાલમાં પણ હાલ ,તો PGVCL અધિકારીએ હૈયા ધારણા આપી હતી. તો આ સાથે જ એક અઠવાડિયામાં ખેડૂતોનોના વીજળી અંગેના પ્રશ્નોનું નિરાકણ કરવા ખાતરી આપી હતી.