જુનાગઢઃ જિલ્લાના માળીયા હાટીના તાલુકાના જુથળ ગામે એક ખેડૂતે વાડીની ઓરડીમાં ગળે ફાંસો ખાઈે આત્મહત્યા કરી હતી. આ ખેડૂતને બે પુત્રી અને એક પુત્ર છે. પુત્રીના લગ્ન નજીકમાં હતા ત્યારે આર્થિક સંકડામણમાં અટવાઇ ખેડૂતે આત્મહત્યા કરી હોવાનું પરિવાર પાસેથી જાણવા મળ્યું છે.
જુનાગઢઃ માળીયા હાટીના તાલુકાના જુથળ ગામે ખેડૂતે કરી આત્મહત્યા
જુનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકાના જુથળ ગામે એક ખેડૂતે વાડીની ઓરડીમાં ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી હતી. આર્થિક સંકડામણના કારણે ખેડૂતે આત્મહત્યા કરી હોવાનું પરિવારજનોમાંથી જાણવા મળ્યું છે.
જુનાગઢઃ માળીયા હાટીના તાલુકાના જુથળ ગામે ખેડૂતે કરી આત્મહત્યા
બનાવની વિગત મુજબ માળીયા હાટીના તાલુકાના જુથળ ગામે આધેડ ઉંમરના ખેડૂતે પોતાની વાડીની ઓરડીમાં ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હોવાની માહિતી જાણવા મળી છે. જેમાં ખેડૂતે આર્થિક સંકડામણથી કંટાળી આત્મહત્યા કરી હોવાનું પરિવારે જણાવ્યું હતું. પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને માળીયા હાટીના હોસ્પીટલે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.