જૂનાગઢના માળીયા હાટીનામાં ખનીજચોરીની ફરીયાદ છતા પણ તંત્ર ઘોર નિંદ્રામાં - Patra News
જૂનાગઢઃ જિલ્લાના માળીયા હાટીના તાલુકાના પાત્રા ગામે સરકારી જમીનમાં ખનીજ ચોરી થતાં સરપંચ દ્વારા લેખીત ફરીયાદ કરવામાં આવી હતી. છતાં તંત્ર ઘોર નિન્દ્રામાં સુઇ રહ્યું છે.
જૂનાગઢના માળીયા હાટીનામાં ખનીજચોરીની ફરીયાદ છતા પણ તંત્ર ઘોર નિંદ્રામાં
માળીયા હાટીના તાલુકાના પાત્રા ગામે ભુ માફીયાઓ દ્વારા સરકારી ગૌચરની જમીનમાંથી અવાર નવાર માટીની ખનીજ ચોરી થઇ રહી છે અને આ બાબતે તંત્રને સરપંચ દ્વારા અવાર નવાર લેખીત મૌખીક ફરીયાદો કરવા છતાં પણ તંત્ર દ્વારા ધ્યાન દેવામાં આવતું નથી. જેથી તંત્ર ઉપર પણ ભ્રષ્ટાચાર થતો હોવાની શંકા સેવાઇ રહી છે.