- ભાજપના શાંતાબેન ખટારીયા બીજી વખત બન્યાં જિલ્લા પંચાયતના પ્રમુખ
- નવા પ્રમુખ તરીકે આવતીકાલે વિધિવત પદભાર સંભાળશે
- વિપુલ કાવાણી ઉપપ્રમુખ અને કંચનબેન ડઢાણીયાને કારોબારી ચેરમેન બન્યાં
જૂનાગઢઃ જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે આજે કણઝા બેઠક પરથી ચૂંટણી જંગ જીતેલા ભાજપના શાંતાબેન ખટારીયાને પક્ષે પ્રમુખ પદની જવાબદારી સોંપી હતી. પ્રદેશ ભાજપ દ્વારા શાંતાબેન ખટારીયાની જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે નિમણૂક કરવાનો આદેશ કરવામાં આવતા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સર્વાનુમતે જિલ્લા પંચાયત જૂનાગઢના આગામી પ્રમુખ તરીકે બિનહરીફ વરણી કરી લેવામાં આવી હતી. શાંતાબેનની સાથે વિપુલ કાવાણી ઉપપ્રમુખ અને કંચનબેન ડઢાણીયાને કારોબારી ચેરમેન તરીકે નિમવામાં આવ્યાં છે. આજે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા પંચાયતના ચૂંટાયેલા તમામ સભ્યો અને ભાજપના કાર્યકરો તેમજ વર્તમાન અને પૂર્વ ધારાસભ્યની હાજરીમાં જિલ્લા ભાજપની કારોબારી બેઠક યોજવામાં આવી હતી. જેમાં પ્રદેશ ભાજપની સૂચના મુજબ શાંતાબેન ખટારીયાની જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવતાં જ ભાજપના કાર્યકરો વર્તમાન અને પૂર્વ ધારાસભ્યો, જિલ્લા પંચાયતમાં તેમની સાથે ચૂંટાયેલા સભ્યોએ પુષ્પગુચ્છ અર્પણ કરીને પંચાયત પ્રમુખ બનવા બદલ અભિનંદન પણ પાઠવ્યાં હતાં.
આ પણ વાંચોઃ કડોદરા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ વરણી