જૂનાગઢ જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજવા જઈ રહી છે ત્યારે કોંગ્રેસ માટે વધુ એક માઠા સમાચાર આવે તેવી પ્રબળ શક્યતાઓ છે. ગત લોકસભાની ચૂંટણી પહેલા માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડાના કેસરિયા બાદ જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ સેજાભાઇ કરમટા કારોબારી ચેરમેન લાલજી ડોબરીયા સહીત 13 જેટલા સભ્યો કેસરિયો ધારણ કરી શકે છે.
જૂનાગઢ જિલ્લા પંચાયતની સામાન્ય સભા, કોંગ્રેસમાં ભંગાણ થવાના એંધાણ - gujarati news
જૂનાગઢઃ જૂનાગઢ જિલ્લા પંચાયતમાં આજે કેસરિયો લહેરાય તેવી શક્યતાઓ છે. કોંગ્રેસના 13 જેટલા સભ્યો ભાજપના સમર્થનમાં આવતા કોંગ્રેસ શાસિત જૂનાગઢ જિલ્લા પંચાયતમાં ભાજપનું શાસન સ્થપાશે. સોમવારે જૂનાગઢ જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાશે.

junagadh
જૂનાગઢ જિલ્લા પંચાયતની સામાન્ય સભા, કોંગ્રેસમાં ભંગાણ થવાના એંધાણ
જૂનાગઢ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનું શાસન હાલક ડોલક થઇ ગયું છે, ત્યારે આજે જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજવા જઈ રહી છે. ફરી એક વખત કોંગ્રેસમાં ભંગાણ પડી શકે છે. આજની સભા કોંગ્રેસ માટે ચિંતાનો વિષય બની શકે તેમ છે. તેમજ કોંગ્રેસના હાથમાંથી સત્તા સરકે તેવા એંધાણ જોવા મળી રહ્યાં છે.