ગુજરાત

gujarat

ETV Bharat / state

પૂર્વ PM રાજીવ ગાંધીની જન્મજયંતીએ જૂનાગઢ જિલ્લા કોંગ્રેસે અર્પી શ્રદ્ધાંજલિ - Junagadh news

સ્વતંત્ર ભારતના સૌથી યુવાન અને કમ્યુનિકેશન ક્રાંતિના જનક પૂર્વ વડાપ્રધાન ભારત રત્ન રાજીવ ગાંધીની આજે 76મી જન્મજયંતી છે. તે પ્રસંગે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસે સ્વર્ગસ્થ રાજીવ ગાંધીની સેવાઓને યાદ કરીને આજના દિવસે તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

Junagadh District Congress
પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની આજે 76મી જન્મ જયંતી પ્રસંગે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસે અર્પી શ્રદ્ધાંજલિ

By

Published : Aug 20, 2020, 2:24 PM IST

જૂનાગઢ: દેશ આજે સૌથી યુવા વડાપ્રધાન રાજીવ ગાંધીની 76મી જન્મ જયંતી મનાવી રહ્યો છે, ત્યારે આજે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પણ કોંગી કાર્યકરોએ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન રાજીવ ગાંધીના તૈલીચિત્ર આગળ મીણબત્તી પ્રગટાવીને આજના દિવસે તેમને યાદ કરી અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની આજે 76મી જન્મ જયંતી પ્રસંગે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસે અર્પી શ્રદ્ધાંજલિ

રાજીવ ગાંધીને દેશના સૌથી યુવા વડાપ્રધાન હોવાનું ગર્વ આજે પણ જાય છે. તેમના કાર્યકાળ દરમિયાન દેશમાં યુવાઓને લગતા કેટલાય કાર્યક્રમોનો શુભારંભ કરવામાં આવ્યો હતો અને યુવા ભારતના ઘડતર માટે તેમના દ્વારા જે કાર્યક્રમોની શરૂઆત કરવામાં આવી હતી. તેના ફલશ્રુતિના ભાગરૂપે આજે સમગ્ર વિશ્વમાં સૌથી યુવા વર્ગ ધરાવતા દેશ તરીકે ભારતનું નામ સૌથી આગળ જોવા મળે છે.

બીજી તરફ રાજીવ ગાંધીને કમ્યુનિકેશન ક્રાંતિના પ્રણેતા તરીકે પણ યાદ કરવામાં આવે છે. તેમના કાર્યકાળમાં કમ્યુનિકેશન્સ ક્રાંતિની શરૂઆત થઇ હતી. જે આજે સમગ્ર રાષ્ટ્રને ખૂબજ ઉપયોગી થઇ રહી છે.

ABOUT THE AUTHOR

...view details