જૂનાગઢમાં કોંગ્રેસ ભવન ખાતે યોજવામાં આવેલી કારોબારી બેઠકમાં લોકસભાના ચુંટણી પરિણામો વિશે ચર્ચાઓ કરવામાં આવી હતી. તેમજ સંગઠનમાં ઊભી થયેલી ખામીઓ કઈ રીતે પૂરી શકાય અને ફરી પાછી કોંગ્રેસ સરકાર ચૂંટણીઓમાં કઈ રીતે પોતાનો પક્ષ પ્રજા સમક્ષ રાખી શકે તે માટેની રણનીતિ ઘડવામાં આવી હતી. આ કારોબારી બેઠકમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, મહામંત્રીઓ અને તાલુકાના પ્રમુખ જિલ્લા પંચાયતના સદસ્યો સહીત પક્ષના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
લોકસભા ચૂંટણી બાદ પ્રથમ વખત જુનાગઢ જિલ્લા કોંગ્રેસની કારોબારી બેઠક યોજાઈ - BJP activist
જૂનાગઢઃ લોકસભા ચૂંટણીની હાર બાદ જૂનાગઢ જિલ્લા કોંગ્રેસની પ્રથમ કારોબારી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયતને તૂટતી બચાવવા માટે કોંગ્રેસ દ્વારા રણનિતી ઘડવામાં આવી હતી. તાલુકાના પ્રમુખો, જિલ્લાના ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં ચૂંટણીના પરિણામો અને જૂનાગઢ જિલ્લા પંચાયતની પરિસ્થિતિને લઇને ચર્ચાઓ કરવામાં આવી હતી.
પક્ષની કારોબારી બેઠકમાં જૂનાગઢ લોકસભા સીટ પર થયેલી હારનાં કારણોની ચર્ચા કરવામાં આવી હતી. જુનાગઢ બેઠક કોંગ્રેસ માટે સરળ હતી, પરંતુ પરિણામોને અંતે વર્ષ-2014 કરતાં પણ વધુ ખરાબ પરિણામા આવ્યું હતું જેને લઈને ઉપસ્થિત પદાધિકારીઓએ ચિંતન કર્યું હતું. પક્ષના કાર્યકર્તાઓ હારનું કારણ શોધવા માટે સૌ કોઈએ કામે લાગી જવા હાકલ કરી હતી તો બીજી તરફ જૂનાગઢ જિલ્લા પંચાયત કોંગ્રેસ શાસિત છે જેમાં સાત જેટલા સભ્યો ભાજપમાં જોડાઈ ગયા છે. ત્યારે આગામી દિવસોમાં ભાજપની નજર હવે જૂનાગઢ જિલ્લા પંચાયત પર હોવાથી તેને લઈને પણ આ બેઠકમાં મનોમંથન કરવામાં આવ્યું હતું. જે 17 સભ્યો કોંગ્રેસ પાસે છે તે કોંગ્રેસ સાથે રહે અને જે 7 સભ્યો કે જેણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે આ તમામ સભ્યો વિરુદ્ધ શિસ્ત ભંગના પગલાના ભાગરૂપે કામ કરી શકાય તેને આજની બેઠકમાં ખાસ રણનીતિ ઘડવામાં આવી હતી.