ગુજરાત

gujarat

ETV Bharat / state

Junagadh News : જર્જરિત મકાનો દૂર કરો પણ ધંધા-રોજગાર, રહેઠાણ ભાડુઆતોની મુશ્કેલી વિશે વિચારજો જૂનાગઢ મનપા

જૂનાગઢના કડિયાવાડ શાક માર્કેટમાં ઈમારત ધરાશાયી થતા હવે મનપા દ્વારા જર્જરીત ઇમારતોને ઉતારી પાડવાને લઈને કામગીરી ચાલી રહી છે. ત્યારે જર્જરિત મકાનોને ઉતારી પાડવાને લઈને માલિકાઓ સહમતી આપી રહ્યા છે. પરંતુ ભાડુઆતોની ચિંતામાં વધારો થયો છે. ધંધા-રોજગાર અને રહેઠાણને લઈને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા થાય તેવી ચિંતા સતાવી રહી છે.

Junagadh News : જર્જરિત મકાનો દૂર કરો પણ ધંધા-રોજગાર, રહેઠાણ ભાડુઆતોની મુશ્કેલી વિશે વિચારજો જૂનાગઢ મનપા
Junagadh News : જર્જરિત મકાનો દૂર કરો પણ ધંધા-રોજગાર, રહેઠાણ ભાડુઆતોની મુશ્કેલી વિશે વિચારજો જૂનાગઢ મનપા

By

Published : Jul 27, 2023, 4:30 PM IST

જર્જરિત મકાનો દૂર કરો પણ ધંધા-રોજગાર, રહેઠાણ ભાડુઆતોની મુશ્કેલી વિશે વિચારજો જૂનાગઢ મનપા

જૂનાગઢ : થોડા સમય પહેલા કડિયાવાડમાં જર્જરિત મકાન ધરાશાયી થતા ચાર નિર્દોષ લોકોના મૃત્યુ થયા હતા, ત્યારે હવે યુદ્ધના ધોરણે શહેરના જર્જરિત મકાનોને નોટીસ આપીને તેને ઉતારી પાડવાની તાકીદ કરવામાં આવી રહી છે. કેટલાક અતિ ભયજનક મકાનો જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉતારવાની કામગીરી હાથ ધરાઈ છે, ત્યારે જર્જરીત બનેલા મકાનોમાં ભાડુઆત તરીકે રહેલા લોકોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. કેટલાક કિસ્સામાં જુના ભાડુઆતોને દૂર કરવા માટે મકાન માલિકે તેમનું મકાન ઉતારી પાડવાને લઈને મંજૂરી આપી દીધી છે. તેની સાથે વેપારીઓ સહમત છે, પરંતુ સ્થાનિકો વૈકલ્પિક રહેઠાણ કે રોજગારને લઈને વધુ ચિંતિત બન્યા છે.

બેરોજગાર અને ઘરવિહોણાની ચિંતા : જે રીતે ભયજનક મકાનોને ઉતારી પાડવાનું કામ શરૂ થયું છે તેને જોતા લાગી રહ્યું છે કે, આગામી એકાદ મહિનાની અંદર શહેરના મોટાભાગના ભયજનક મકાનો ઉતારી લેવામાં આવશે. સમગ્ર મામલામાં જો કાયદાથી અડચાણો ઊભી નહીં થાય તો જુનાગઢ શહેરના મોટાભાગના ભયજનક મકાનો વગર જોવા મળશે, પરંતુ વર્તમાન સમયમાં કેટલાક મકાન માલિકો દ્વારા તેમના 100 વર્ષ કરતા વધુ જુના મકાનોને ઉતારી પાડવાને લઈને સહમતિ આપી છે. જેમાં એકમાત્ર ભાડુઆતો છેલ્લા 50 વર્ષ કરતાં વધુ સમયથી ભાડુઆત તરીકે તે મિલકતમાં રોજગાર કે તેમના ઘર બનાવીને રહે છે. આવી પરિસ્થિતિમાં જો મકાન માલિક દ્વારા કોઈપણ બિલ્ડીંગને સંપૂર્ણ પણે ઉતારી લેવાની જે પેરવી કરવામાં આવી રહી છે. તેને કારણે ભાડુઆતોને મોટું નુકસાન જઈ શકે છે. જેને લઈને હવે જુનાગઢના કેટલાક ભાડુઆતો કાયદાનું શરણ લેવા માટે પણ તજવીજ કરી રહ્યા છે.

કોઈપણ પરિસ્થિતિમાં ભયજનક મકાનોને ઉતારી લેવા તે એકમાત્ર વિકલ્પ છે, પરંતુ તેમાં ભાડુઆત તરીકે રહેલા કોઈપણ વ્યક્તિ કે તેના પરિવારને ભાડુઆત તરીકેનું જે કાયદાકીય રક્ષણ મળ્યું છે. તેની જાળવણી થાય તે જોવાની જવાબદારી પણ મ્યુનિસિપલ કોર્પોરેશનની છે. કોઈપણ પરિસ્થિતિમાં જર્જરિત મકાનોને ઉતારી લેવું યોગ્ય માનવામાં આવે છે, પરંતુ જે ઈમારતનો ભાગ જર્જરીત છે તેને ઉતારી લઈને ત્યાંના ભાડુઆતોને યોગ્ય જગ્યાએ તેમનો રોજગાર કે રહેણાકના હક્કો જળવાઈ તે પ્રકારે સ્થાયી કરવા જોઈએ. આ પ્રકારના ભાડુઆતોના અધિકારોને લઈને કાયદામાં પણ રક્ષણ મળ્યું છે, ત્યારે કેટલાક મકાન માલિકો જુના ભાડુઆતોને દૂર કરવાને લઈને પણ તેનું તમામ ઇમારત ભયજનક ગણાવીને તેને ઉતારી પાડવાની પેરવી કરી રહ્યા છે. જે ખૂબ ચિંતાજનક છે. - કિરીટ સંઘવી (ધારાશાસ્ત્રી)

દુકાનદારોની ચિંતા :જે જગ્યા પર સોમવારે મકાન ધારાશાયી થયું છે. તેની સામેની સાઇડે જુનવાણી મકાનમાં છેલ્લા 50 વર્ષથી રમેશભાઈ પોતાનો કાર એસેસરીઝનો વ્યવસાય ચલાવે છે. ગઈકાલે તંત્ર દ્વારા તેમની જે દુકાન છે તે સમગ્ર ઈમારતને ઉતારી પાડવાની નોટિસ આપી છે. રમેશભાઈ તંત્રની જર્જરીત મકાનો ઉતારી પાડવાની વાતને લઈને પોતાનું સમર્થન આપે છે, પરંતુ બિલ્ડીંગનો જે ભાગ જર્જરીત હોય, ભયજનક હોય તેને ઉતારી લેવામાં આવે. બિલ્ડીંગનો જે ભાગ ખૂબ જ મજબૂત છે. તેને જર્જરીતની વ્યાખ્યામાં સામેલ નથી કરી શકાતો. આવા ભાગને દૂર કરવામાં આવશે તો તેમના જેવા અનેક નાના રોજગાર ધરાવતા વેપારીઓ બેરોજગાર થઈ જશે.

જો સમગ્ર ઈમારતને જર્જરિત જાહેર કરીને તેને ઉતારી પાડવાની કામગીરી શરૂ કરાશે તો તેમાં સ્થાનિકનો સાથ છે, પરંતુ તેમને મકાન માલિક દ્વારા ધંધા રોજગારની વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરી આપવી જોઈએ. તેઓ જૂના ભાડુઆત છે જેથી તેમને આ પ્રકારનું કાયદાકીય રક્ષણ મળ્યું છે, પરંતુ મકાન માલિકો જુના ભાડુઆતોને દૂર કરવાની એક માત્ર ઈચ્છા ધરાવે છે. જેને કારણે જર્જરિત મકાનોના ઓઠા તળે આ પ્રકારે નાના રોજગાર વાંચ્છુઓને નુકસાન કરવાના ઇરાદે સમગ્ર બિલ્ડીંગ દૂર કરવાની પોતાની સહમતી આપી છે જેમાં તેઓ સહમત નથી. - રમેશભાઈ (સ્થાનિક)

જર્જરિત મકાનો પર મનપાની કાર્યવાહી :મંગળવારે જૂનાગઢ મનપાની પાંચ કલાક સુધી સંકલનની મેરેથોન બેઠક ચાલી હતી. તેમાં જર્જરીત મકાનોને તાકિદે ઉતારી પાડવાને લઈને અંતિમ નિર્ણય કરાયો હતો. મીટીંગ બાદ જૂનાગઢના ડેપ્યુટી મેયર ગીરીશ કોટેચાએ જર્જરીત મકાનોને લઈને પ્રતિભાવ આપ્યો હતો અને જણાવ્યું હતું કે, જે મકાનો જર્જરીત છે તેમના માલિકોને નોટિસ આપી દેવામાં આવી છે. તેઓ સ્વંયમ જર્જરિત મકાન દૂર નહીં કરે તો જુનાગઢ મનમાં આવા જર્જરિત મકાનોને દૂર કરશે.

  1. Vadodara News : વડોદરામાં માત્ર 10 વર્ષમાં આવાસ ખખડયા, રહીશો જીવ હાથમાં લઈને જીવી રહ્યાં
  2. Junagadh Building Collapse : શું જુનાગઢ મનપા પાસે જવાબદારો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાનો અધિકાર નથી ?
  3. Junagadh Building Collapse: જૂનાગઢમાં 3 માળનું મકાન ધરાશાયી થતા, એકજ પરિવારના 3 લોકો સહિત 4 લોકોના નિપજ્યા મોત

ABOUT THE AUTHOR

...view details