ગુજરાત

gujarat

Junagadh Dargah dispute: જૂનાગઢના દરગાહનો વિવાદ હાઇકોર્ટ પહોંચ્યો, સરકાર સહિત કલેકટર અને કમિશનરને નોટિસ

By

Published : Jun 21, 2023, 3:50 PM IST

જૂનાગઢ દરગાહ વિવાદ હવે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ પહોચ્યો છે. દરગાહના માલિકીપણાની નોટિસ મુદે કોર્પોરેશન દ્વારા ઓછો સમય આપતા મુસ્લિમ ટ્રસ્ટ દ્વારા હાઇકોર્ટમાં રીટ કરવામાં આવી છે. દરગાહનો ડીમોનેશન કરાશે તેવો ભય વ્યક્ત કરતા મ્યુનિસિપલની નોટિસ સામે મુસ્લિમ ટ્રસ્ટે રીટ દાખલ કરી છે.

junagadh-dargah-dispute-reaches-hc-hc-issues-notice-to-collector-and-commissioner-along-with-govt
junagadh-dargah-dispute-reaches-hc-hc-issues-notice-to-collector-and-commissioner-along-with-govt

જૂનાગઢ:જૂનાગઢમાં મજેવડી ગેટ સહિતના જાહેર સ્થળો પરની છ દરગાહના માલિકીપણા અંગેના દસ્તાવેજો રજૂ કરવા જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અપાયેલી નોટિસનો વિવાદ મુદ્દે હાઇકોર્ટમાં પહોંચ્યો છે. મુસ્લિમ ટ્રસ્ટ દ્વારા દરગાહનું ડિમોલેશન કરેલી નાખવામાં આવશે તેવા ભય વ્યક્ત સાથે આ રિટ હાઇકોર્ટ સમક્ષ દાખલ કરવામાં આવી છે.

નોટિસ સામે દાદ માગવામાં આવી: મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માલિકીપણાના દસ્તાવેજો રજૂ કરવા માટેની નોટિસનો જવાબ આપવા ખૂબ જ ઓછો સમય આપવામાં આવ્યો છે તેનો પણ રીટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો સમયસર જવાબ આપવા નહીં આવે તો દરગાહનું ડિમોલેશન કરી દેવાશે. તેથી આ નોટિસ સામે દાદ માગવામાં આવી છે.

પિટિશન દાખલ:જૂનાગઢના સમાજની મુસ્લિમ ટ્રસ્ટ દ્વારા હાઇકોર્ટમાં આ પિટિશન દાખલ કરવામાં આવી છે. આ પિટિશનમાં તેમણે જણાવ્યું છે કે કોર્પોરેશન દ્વારા જે નોટિસ લગાવવામાં આવી છે તેમાં સત્તાવાળાઓએ દરગાહના માલિકીપણું સાબિત કરવા માટે પૂરતો સમય આપ્યો નથી. સમગ્ર દસ્તાવેજો તેમજ જમીન સહિતના પુરાવો રજૂ કરવા માટે પૂરતો સમય આપવામાં આવે.

દાવો સાબિત કરવો થોડો મુશ્કેલ:જે દરગાહ ઉપર નોટિસ આપવામાં આવી છે તે ત્રણ દરગાહ લગભગ 19 મી સદીમાં અથવા તો 20 મી સદીના પ્રારંભે જ નિર્માણ કરવામાં આવી હતી. તેથી તેમાં કોઈ વ્યક્તિ પોતાનું માલિકીપણાનો દાવો સાબિત કરવો થોડો મુશ્કેલ બને છે. આ સમયના માત્ર સાત દિવસમાં દસ્તાવેજો રજૂ કરવા માટે પૂરતો સમય નથી તેથી આ બાબતે પણ યોગ્ય પગલાં લેવામાં આવે.

જવાબ રજૂ કરવા માટે આદેશ:આ સમગ્ર મામલે સુનાવણી બાદ જસ્ટિસ નાણાવટીની ખંડપીઠે પાલિકાના કમિશનર, જુનાગઢ જિલ્લા કલેક્ટર તથા રાજ્ય વકફ બોર્ડને એક નોટિસ પાઠવીને તેનો જવાબ રજૂ કરવા માટે આદેશ આપ્યો છે. આ સમગ્ર મામલે મહત્વનું છે કે નોટિસ આપ્યા બાદ હવે સામે પક્ષ દ્વારા તરફથી જવાબ રજૂ કરવામાં આવશે ત્યારબાદ આ સમગ્ર મામલે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.

શું છે સમગ્ર મામલો?:આ સમગ્ર કેસની વિગતો જોઈએ તો તારીખ 14 જૂનના રોજ જુનાગઢ મહાપાલિકા દ્વારા મજેવડી ગેટ સહિતની છ દરગાહ પર માલિકી પણ અંગેના દસ્તાવેજો મહાપાલિકામાં એક સપ્તાહમાં રજૂ કરવામાં આવી એવી નોટિસ લગાવવામાં આવી હતી. આ નોટિસ લગાવતાની સાથે જ લઘુમતી સમાજમાં દરગાહનું ડિમોલેશન કરવામાં આવશે તેવો ભય વ્યક્ત થતા વિરોધ અને તોફાનો જુનાગઢમાં સર્જાયા હતા.

  1. Junagadh News: જૂનાગઢમાં દરગાહના ગેરકાયદે બાંધકામને લઈને પોલીસ અને સ્થાનિકો વચ્ચે પથ્થરમારો, 31 મુખ્ય આરોપી સામે નોંધાઈ ફરિયાદ
  2. Junagadh Violence: દરગાહ દૂર કરવા મુદ્દે પોલીસ પર પથ્થરમારો, એક વ્યક્તિનું મોત

ABOUT THE AUTHOR

...view details