ગુજરાત

gujarat

ETV Bharat / state

Junagadh Crime : નિવૃત્ત પોલીસકર્મીના પુત્રનો મહિલા પોલીસ કર્મચારી અને પાડોશી મહિલા પર હુમલો, પોલીસે ઉગામ્યો કાયદાનો દંડો - પોલીસ અધિકારી સાથે ગેરવર્તન

જૂનાગઢમાં નિવૃત્ત પોલીસકર્મીના પુત્ર દ્વારા નશાની હાલતમાં ઝઘડો કરીને હુમલો કરવાનો પ્રયાસ જોવા મળ્યો હતો. આરોપી કરણ ચાવડાની દાદાગીરી અંગે પોલીસને જાણ કરતાં આવેલા પોલીસ અધિકારી સાથે ગેરવર્તન કર્યું હતું. ઘટનાને લઇને યુવકની અટકાયત કરવામાં આવી હતી.

Junagadh Crime : નિવૃત્ત પોલીસકર્મીના પુત્રનો મહિલા પોલીસ કર્મચારી અને પાડોશી મહિલા પર હુમલો, પોલીસે ઉગામ્યો કાયદાનો દંડો
Junagadh Crime : નિવૃત્ત પોલીસકર્મીના પુત્રનો મહિલા પોલીસ કર્મચારી અને પાડોશી મહિલા પર હુમલો, પોલીસે ઉગામ્યો કાયદાનો દંડો

By ETV Bharat Gujarati Team

Published : Oct 25, 2023, 3:03 PM IST

જૂનાગઢ : જૂનાગઢના ખામધ્રોલ વિસ્તારમાં રહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીનો પુત્ર દારૂના નશામાં હિસક બનીને પાડોશી મહિલા અને પોલીસ કર્મચારી પર ફરજમાં રૂકાવટ અને હુમલો કરવાના પ્રયાસ થયો હતાં. જેમાં તાલુકા પોલીસ મથકે આરોપી કરણ ચાવડા અને તેના પરિવારના કેટલાક સભ્યો સામે ફરજમાં રૂકાવટ અને પોલીસ કર્મચારીઓ સાથે મારામારી મારવાના કિસ્સામાં પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

નિવૃત પોલીસ કર્મચારીના પુત્રની લુખ્ખાગીરી : જૂનાગઢના ખામધ્રોલ વિસ્તારમાં ગત મધ્યરાત્રીએ 3:00 વાગ્યાની આસપાસ માધવ બંગલોમાં રહેતા નિવૃત્ત પોલીસકર્મીના પુત્રએ નશાની હાલતમાં પત્નીને માર માર્યા બાદ તેની પાડોશમાં રહેતા મહિલા એડવોકેટના ઘરમાં ઘૂસીને ધમાલ કરી હતી. સમગ્ર મામલાની જાણ પોલીસને થતા સ્થળ પર હાજર મહિલા પોલીસ કર્મચારી પર પણ હુમલો કરીને તેની ફરજમાં આ રૂકાવટ કરવાની ઘટના તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ છે. સમગ્ર મામલાને લઈને તાલુકા પોલીસ દ્વારા આરોપી કરણ ચાવડા સામે નશીલો પદાર્થ પીને ધમાલ કરવાની સાથે ફરજમાં રૂકાવટ કર્યાની બાબતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

નશામાં ધૂત પૂર્વ પોલીસ કર્મચારીના પુત્રની ધમાલ : પૂર્વ પોલીસ કર્મચારીનો પુત્ર કરણ ચાવડા નશાની હાલતમાં તેમના ઘરે પહોંચીને તેની પત્નીને માર મારતા તે પાડોશમાં રહેતા મહિલા એડવોકેટને ત્યાં પહોંચી હતી. કરણ તેની પત્નીને મારવા માટે પાડોશી મહિલાના ઘરમાં ઘૂસી ગયો અને ત્યાં પણ તેમણે ખૂબ ધમાલ કરી અને મહિલા એડવોકેટ સાથે પણ અણછાજતું વર્તન કરીને મોબાઈલ અને કારમાં નુકસાન કર્યું હતું. ત્યારે મહિલા વકીલે પોલીસનો ટેલીફોનિક સંપર્ક કરતા નવરાત્રિના સમયે આ વિસ્તારમાં પેટ્રોલિંગ પર રહેલા મહિલા પીએસઆઇ કે જી જલવાણીને પણ નશામાં ધ્રુત કારણે ફરજમાં રૂકાવટ અને તેના પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જેની સામે પોલીસે કાયદાનો દંડો ઉગામીને આરોપી કરણ ચાવડાની અટકાયત કરી હતી.

મહિલા પીએસઆઇ અને વકીલે નોંધાવી ફરિયાદ : પોલીસ પર ફરજમાં રુકાવટ અને તેમના પર હુમલો કરવાના આરોપસર તાલુકા પોલીસ મથકના પીએસઆઇ કે જી જલવાણી ખુદ ફરિયાદી બનીને કરણ ચાવડા સામે ગુનો દાખલ કરાવ્યો હતો. તો બીજી તરફ મહિલા એડવોકેટ હીનાબેને પણ કરણ ચાવડા સહિત તેના પરિવારના મહિલા અને પુરુષ મળીને સાત ઈસમો સામે જૂનાગઢ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે સમગ્ર મામલામાં તપાસ શરૂ કરી છે.

  1. Navsari Crime: દારુના નશામાં NRI યુવકે અકસ્માત સર્જ્યો, 5થી વધુ વાહનોને નુકસાન પહોંચાડતા પોલીસે કરી ધરપકડ
  2. Surat Accident: કાપોદ્રામાં નશામાં ધૂત કારચાલકે 6 લોકોને અડફેટે લીધા, અકસ્માતના CCTV ફુટેજ આવ્યા સામે, રીલ્સમાં ડ્રીંક એન્ડ ડ્રાઈવ કરતો દેખાયો
  3. Rajkot Crime: રાજકોટમાં દારૂના નશામાં ધૂત પોલીસકર્મીએ કિશોરીને હવામાં ફંગોળી, પોલીસ ફરિયાદ દાખલ થતાં કરાઈ ધરપકડ

ABOUT THE AUTHOR

...view details