અકસ્માતનો બનાવ હત્યામાં પલટાયો જૂનાગઢ : ઘડીભર વિચારતાં કરી દે તેવા આ મામલામાં જોઇએ તો જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકામાં ગત 6 તારીખે રાત્રિના સમયે વીરડી ગામમાં એક યુવાનનું અકસ્માતે મોત થયું હોવાની વિગતો સામે આવી હતી. ત્યારબાદ માળિયા હાટીના પોલીસ સમગ્ર મામલામાં તપાસ શરૂ કરી હતી. ત્યારે ખુલાસો સામે આવ્યો છે કે વિરડી ગામના મૃતક ભાવેશ પરમારનું મોત અકસ્માતથી નહીં, પણ તેની હત્યા કરવામાં આવી હતી.
પત્ની અને પ્રેમી હિરાસતમાં : મૃતક યુવક સાથે બનેલા બનાવને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ તેની પત્ની અને પત્નીના પ્રેમી દ્વારા કરવામાં આવ્યો હતો. તેને લઈને માળિયા હાટીના પોલીસે વધુ તપાસ હાથ ધરતા મૃતક ભાવેશ પરમારની હત્યાના આરોપમાં તેની પત્ની સુધા પરમાર અને સુધાના પ્રેમી ભરત વાઢીયા પોલીસ હિરાસતમાં જોવા મળ્યાં હતાં.
પ્રથમ દ્રષ્ટિએ અકસ્માતનો લાગતો આ બનાવ હત્યામાં પરિણામતા પોલીસે તપાસ શરૂ કરી હતી. મૃતક ભાવેશ પરમારની પત્ની સુધાના મોબાઇલમાંથી એક તસવીર મળી આવી જે સમગ્ર હત્યાકાંડ સુધી પહોંચવા માટે પગેરું સાબિત થઈ. પોલીસને ભાવેશની હત્યાના આરોપમાં સુધાના પ્રેમી ભરત સાથે સુધાની અટકાયત કરવામાં સફળતા મળી હતી...રવિ તેજા વાસમસેટ્ટી( જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક)
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો : 6 તારીખની રાત્રે ભાવેશ પરમારનો મૃતદેહ મળી આવતા પોલીસે શંકાને આધારે તેનુ પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. જેમાં ભાવેશનું મોત અકસ્માતમાં નહીં પરંતુ હત્યા કરીને અહીં તેનો મૃતદેહ બાઈક સાથે ફેંકવામાં આવ્યો હોવાનો ચોંકાવનારો ખુલાસો થતાં પોલીસ પણ ચોકી ઉઠી હતી.
મોબાઇલમાં મળેલા ફોટાથી મળી કડી : પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ શંકાને આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં પ્રથમ નજરે મૃતક ભાવેશની પત્ની સુધાની આકરી પૂછપરછ કરતા સમગ્ર હત્યાનો ખુલાસો થયો હતો. સુધાના મોબાઇલમાં મળેલા ફોટાને આધારે ભાવેશની હત્યા સુધા સિવાય અન્ય એક વ્યક્તિ ભરત વાઢીયાએ કરી હોવાની વિગતો પોલીસને મળી હતી. જેથી પોલીસે ભાવેશ પરમારની હત્યાના આરોપમાં પત્ની સુધા પરમાર અને તેના પ્રેમી ભરત વાઢીયાની અટકાયત કરી હતી.
ભાવેશ કેન્સરગ્રસ્ત થતાં ભરત આવ્યો સંપર્કમાં : મૃતક ભાવેશ પરમારના સુધા સાથે વર્ષ 2011માં લગ્ન થયા હતાં. દંપતિને બે સંતાનો પણ છે. પરંતુ પાછલા કેટલાક સમયથી ભાવેશ પરમારને કેન્સરની બીમારી લાગુ પડતા તે ખેતીની સાથે લેવેચના ધંધામાં તેની પત્ની સુધાને પણ સાથે રાખતો હતો. આ દરમિયાન તેની મુલાકાત ભરત વાઢીયા નામના વ્યક્તિ સાથે થઈ હતી. ત્યાર બાદ સુધા અને ભરત વચ્ચે પ્રેમના અંકુરો ફૂટ્યાં હતાં. જેને કારણે ભાવેશ પરમારની હત્યા કરવાનો મનસુબો સુધા અને ભરતે બનાવ્યો હતો.
મૃતદેહનો નિકાલ : પોતાના પ્લાન પ્રમાણે આ બંનેએ એક રાત્રિના સમયે ભાવેશ પરમારને તેના જ ઘરમાં માથામાં લાકડાના ફટકા મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ત્યારબાદ ભરત ભાવેશની બાઈક લઈને ગામની નજીક આવેલા એક પુલ નીચે મૃતદેહ સાથે બાઈકને ફેંકી દઈને હત્યાનો બનાવ અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસે ભાવેશની હત્યાના આરોપમાં ભરત અને સુધાની અટકાયત કરી છે.
- Murder Mystery Solved : પત્નીએ કરાવી હત્યા, પતિની સતામણીથી ત્રસ્ત પત્નીનો કારસો જાણો
- Surat Crime : બેરોજગાર પતિએ પત્નીની હત્યા કરવાનો પ્રયાસ કર્યો, પત્નીના ગળા પર બ્લેડના ઘા માર્યાં
- Surat Crime : પીનપુરમાં આડાસબંધની શંકામાં પતિએ પત્નીની હત્યા કરી