જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ટીટોડી ગામમાં સભ્ય સમાજને શર્મસાર કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પિતાસમાન સસરાએ પુત્રવધુ પર નજર બગાડીને તેને જાતીય દુષ્કર્મનો શિકાર બનાવી છે. દુષ્કર્મનો ભોગ બનનાર પુત્રવધુએ સસરા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરતા કેશોદ પોલીસે આરોપી સસરાને અટકાયત કરીને ધોરણસરની કાર્યવાહી શરૂ કરી છે.
દુષ્કર્મનો ભોગ બનનાર મહિલાની ફરિયાદને આધારે પોલીસે તુરંત કાર્યવાહી કરી છે અને આરોપી પરસોત્તમભાઈની ટીટોડી ગામમાંથી ગઈ કાલે અટકાયત કરીને ધોરણસરની કાર્યવાહી શરૂ કરી છે. ફરિયાદીએ આપેલી વિગતો અનુસાર તેનો સસરો તેના પર ધાકધમકી અને ડર બતાવીને દુષ્કર્મનો શિકાર બનાવતો હતો તેવી ફરિયાદને પગલે સમગ્ર મામલામાં પોલીસે તમામ પાસાઓને ધ્યાને રાખીને તપાસ શરૂ કરી છે...બી. સી. ઠકકર (નાયબ પોલીસ અધિક્ષક,કેશોદ )
ટીટોડી ગામમાં સભ્ય સમાજ શર્મસાર :જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ટીટોડી ગામમાં સભ્ય સમાજને શર્મસાર કરતો ધૃણાસ્પદ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ટીટોડી ગામની પરિણીત મહિલાએ પિતાસમાન તેના સસરા પર જાતીય દુષ્કર્મની પોલીસ ફરિયાદ દાખલ કરતા પોલીસે પુત્રવધુને હવસનો શિકાર બનાવનાર સસરાની અટકાયત કરીને ધોરણસરની કાર્યવાહી શરૂ કરી છે. આજથી છ મહિના પૂર્વે સસરાએ પુત્રવધુની એકલતાનો લાભ લઈને પુત્રવધુને તેની હવસનો શિકાર બનાવી હતી. ત્યારબાદ આજે પોલીસે આરોપી સસરા પરસોત્તમભાઈ સામે અટકાયતના પગલા ભરીને તેને પોલીસ કસ્ટડીમાં લીધો છે.
ફરિયાદી મહિલા હાલ રીસામણે : વૃદ્ધ સસરા પરસોત્તમ સામે જાતીય દુષ્કર્મની ફરિયાદ નોધાવનાર ટીટોડી ગામની પુત્રવધુ પાછલા પાંચ મહિના કરતાં વધુ સમયથી રિસામણે હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારબાદ આજે તેમણે તેના માતાપિતાના પરિવારના સભ્યોને સાથે રાખીને તેના સસરા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
સસરાની ધરપકડ :દુષ્કર્મનો ભોગ બનનાર પુત્રવધુની ફરિયાદને આધારે પોલીસે તાબડતોબ કાર્યવાહી કરીને આરોપી સસરા પરસોત્તમભાઈની ટીટોડી ગામમાંથી અટકાયત કરી છે. જોકે ફરિયાદ કરનાર પુત્રવધુ અને તેનો પતિ સાસુ સસરાથી ટીટોડી ગામમાં અલગ રહેતા હતાં. ફરિયાદી મહિલાને બે પુત્ર હોવાનું પણ સામે આવ્યું છે, પરંતુ હાલ તે રીસામણે હોવાથી વધુ વિગતો પ્રાપ્ત થઈ શકી નથી.
- Ahmedabad Rape Crime : જન્મકુંડળી કઢાવવા મહિલાએ બોલાવેલા જ્યોતિષે કર્યું કાળું કામ, આરોપીને પોલીસે દબોચ્યોં
- Ahmedabad Crime : પત્નીની ગેરહાજરીમાં નરાધમ પિતાએ 10 વર્ષની દીકરી પર બળાત્કારનો પ્રયાસ કર્યો, દીકરી હિંમત ન હારી
- Ahmedabad Rape Crime : અન્ય સમુદાયના યુવકે 20 વર્ષીય યુવતીને પ્રેમજાળમાં ફસાવી, ગર્ભવતી બનાવી તરછોડી...