જુનાગઢ પોલીસે પકડી પાડેલા બે કરોડ કરતાં વધુના પરપ્રાંતીય દારૂનો કરાયો નાશ જૂનાગઢ:જૂનાગઢ નવાબનું શહેર એક સમયમાં ગણાતું હતું. આજે નવાબ અને રાજપાટ તો જતા રહ્યા પરંતુ જૂનાગઢ વાસીઓ નવાબી શોખ તરફ વળ્યા છે. પરંતુ પોલીસ આજના નવાબોના શોખ ઉતારી રહી છે. પોલીસે સ્વચ્છતા મિશન અંતર્ગત પાછળ કેટલાક દિવસોમાં જપ્ત થયેલા દારૂના સ્ટોક પર રોલર ફેરવી દીધું છે. ઉચ્ચ અધિકારીઓની પરવાનગી તથા દેખરેખ અંતર્ગત આ પગલું લેવામાં આવ્યું હતું. જેમાં વિદેશી બ્રાન્ડની જુદી જુદી એવી કુલ 84,753 બોટલ જે જપ્ત કરવામાં આવી હતી. એના પર જૂનાગઢ પોલીસે રોડ રોલર ફેરવીને પકડાયેલા દારૂના જથ્થાનો નાશ કર્યો છે. માત્ર જુનાગઢ શહેર જ નહીં, પરંતુ આસપાસના વિસ્તારો તેમજ જિલ્લા-તાલુકાઓમાંથી પણ જપ્ત કરવામાં આવેલી દારૂની બોટલને એકઠી કરી કાયદાકીય રીતે નાશ કર્યો છે.
આ પણ વાંચો JUNAGADH NEWS : જૂનાગઢની માંગરોળ સબ જેલમાંથી કેદીઓ પાસેથી મળી આવી પ્રતિબંધિત વસ્તુઓ
દારૂના જથ્થાનો નાશ:પોલીસે મિશન સ્વચ્છતા અંતર્ગત પાછલા દિવસો દરમિયાન જૂનાગઢ શહેર તાલુકા અને જિલ્લાના પોલીસ મથકોમાં દ્વારા પકડી પાડવામાં આવેલ અંદાજિત બે કરોડ કરતાં વધારે પરપ્રાંતિય દારૂનો નાશ કર્યો હતો. પોલીસ દ્વારા મિશન સ્વચ્છતા અંતર્ગત પાછલા દિવસો દરમિયાન પોલીસની કાર્યવાહી અન્વયે પકડી પાડવામાં આવેલ બે કરોડ કરતાં વધારે કિંમતના પર પ્રાંતિય દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. અધિક મેજિસ્ટ્રેટ સહિત કલેકટર પોલીસ અધિક્ષક કચેરીના અધિકારીઓને દેખરેખ નીચે આજે જુનાગઢ નજીક બીલખા રોડ પર ડુંગરપુર ગામ પાસે સરકારી ખરાબાની જમીનમાં રોડ રોલર ફેરવીને પકડાયેલ દારૂના જથ્થાનો નાશ કરાયો હતો.
આ પણ વાંચો Junagadh News : આ શ્રાવક પરિવાર ઉપાશ્રયોને પુરા પાડે છે વિનામૂલ્યે શેકેલા ગાંઠિયા
પરપ્રાંતિય દારૂની બોટલ:પોલીસ કાર્યવાહી દરમિયાન પકડવામાં આવેલા પરપ્રાંતિય દારૂના જથ્થાને આ જ પ્રમાણે પોલીસ દ્વારા કાયદાકીય રીતે પંચોની હાજરીમાં નાશ કરવાની જે પોલીસ વિભાગની કાર્યવાહી છે. તેને આજે અધિકારીઓની હાજરીમાં પૂર્ણ કરવામાં આવી હતી. પાછલા દિવસો દરમિયાન જુનાગઢ શહેરમાં આવેલા એ બી અને સી પોલીસ ડિવિઝન ની સાથે ભવનાથ તેમજ જૂનાગઢ તાલુકા પોલીસ મથક તેમજ બીલખા અને રેલવે પોલીસની હદમાંથી પોલીસ અધિકારીઓ દ્વારા પાછલા દિવસો દરમિયાન 84,753 જેટલી પરપ્રાંતિય દારૂની બોટલો પકડી પાડવામાં સફળતા મળી હતી. જેની અંદાજિત કિંમત 2 કરોડ 34 લાખ 6,566 રૂપિયા થાય છે. જેના પર જુનાગઢ પોલીસે રોડ રોલર ફેરવીને પકડાયેલા દારૂના જથ્થાનો નાશ કર્યો હતો. સમગ્ર કાયદાકી પ્રક્રિયાને લઈને વિભાગીએ પોલીસ અધિક્ષક જુનાગઢ હિતેશ ધાંધલીયા દ્વારા આજે નાશ કરવામાં આવેલા દારુના જથ્થાની વિગતો માધ્યમોને પૂરી પાડી હતી.