ગુજરાત

gujarat

ETV Bharat / state

Junagadh Crime: જૂનાગઢમાં બેઠાબેઠા પાકિસ્તાનમાં ચાલતી ટી20 મેચ પર ઑનલાઈન સટ્ટો રમાડતા આરોપીની ધરપકડ - જૂનાગઢ ક્રાઈમ ન્યૂઝ

પાકિસ્તાનમાં ચાલી રહેલી ટી20 સુપર લીગ મેચમાં ઓનલાઈન સટ્ટો રમાડતો જુનાગઢના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઈમબ્રાન્ચે સટ્ટેબાજ વિકાસ વિઠલાણીને ઝડપી પાડ્યો હતો. આ સાથે જ અનેક ચોંકાવનારા ખુલાસા થયા હતા.

Junagadh Crime: જૂનાગઢમાં બેઠાબેઠા પાકિસ્તાનમાં ચાલતી ટી20 મેચ પર ઑનલાઈન સટ્ટો રમાડતા આરોપીની ધરપકડ
Junagadh Crime: જૂનાગઢમાં બેઠાબેઠા પાકિસ્તાનમાં ચાલતી ટી20 મેચ પર ઑનલાઈન સટ્ટો રમાડતા આરોપીની ધરપકડ

By

Published : Mar 17, 2023, 10:06 PM IST

જૂનાગઢઃવર્તમાન સમયમાં ઓનલાઈન સટ્ટો રમાડતા આરોપીઓની સંખ્યા વધી રહી છે. ત્યારે જૂનાગઢ ક્રાઈમબ્રાન્ચની ટીમે આવા જ એક આરોપી વિકાસ વિઠલાણીની ધરપકડ કરી હતી, જે પાકિસ્તાનમાં ચાલતી ટી20 સુપર લીગ ક્રિકેટ ટૂર્નામેન્ટની મેચ પર અહીંથી બેઠા બેઠા ઓનલાઈન સટ્ટો રમાડતો હતો. તે ઓનલાઈન સટ્ટા દ્વારા હાર-જીતનો વેપાર હવાલા મારફતે પાકિસ્તાન મોકલતો હોવાની વિગતો પણ પોલીસને પ્રાપ્ત થઈ હતી. હાલ સમગ્ર મામલામાં એક વ્યક્તિ પોલીસ પકડમાં છે, જ્યારે અન્ય 7 ફરાર આરોપીને પકડી પાડવા પોલીસે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃMorbi Crime News : મોરબીમાં ક્રિકેટ સટ્ટા નેટવર્ક ચલાવતાં 8 આરોપી ઝડપાયાં

પાકિસ્તાન ટી 20 પર જૂનાગઢમાં ઓનલાઈન સટ્ટોઃહાલ પાકિસ્તાનમાં ટી 20 સુપર લીગ ક્રિકેટ ટૂર્નામેન્ટ ચાલી રહી છે, જેમાં હાર-જીતનો ઓનલાઈન સટ્ટો રમાડતો જૂનાગઢનો વિકાસ વિઠલાણી લોકલ ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાઈ ગયો છે. મોતીબાગ વિસ્તારમાં જલારામ કોર્નર નામની ઠંડા પીણા અને નાસ્તાની દુકાનમાં વિકાસ વિઠલાણી મોબાઈલ ફોન અને ઓનલાઈન એપ્લિકેશન દ્વારા પાકિસ્તાનની ટી20 ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતો હતો. ત્યારે પોલીસે તેને ઝડપી તપાસ શરૂ કરી છે. જૂનાગઢમાં પ્રથમ વખત આવી ઘટનાનો પર્દાફાશ થયો છે.

જૂનાગઢ એલસીબીએ હાથ ધરી તપાસઃજૂનાગઢ લોકલ ક્રાઈમબ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર જે. જે. પટેલે માધ્યમોને માહિતી આપતા જણાવ્યું હતું કે, આ પ્રકારે પાકિસ્તાનમાં ચાલી રહેલી ટી 20 ક્રિકેટ મેચ પર સટ્ટાની રકમની આપ-લે હવાલા મારફતે પાકિસ્તાનથી જૂનાગઢ થતી હોવાની વિગતો પણ સામે આવી છે. પોલીસ પકડમાં રહેલા આરોપી વિકાસ વિઠલાણીએ જૂનાગઢના જાલોરપ્પામાં રહેતા અને ઓનલાઈન સટ્ટાના માસ્ટર માઈન્ડ ઈમરાન પાસેથી 5 લાખના ખર્ચે માસ્ટર આઈડી ખરીદ્યું હતું, જેમાં તે અન્ય લોકોને જોડીને ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડી રહ્યો હતો.

આ પણ વાંચોઃયુક્રેનથી ઓનલાઈન સટ્ટા રેકેટ સુરતથી ઝડપાયું, સેન્ટ્રલ એજન્સીઓની મદદથી પકડશે માસ્ટર માઈન્ડને

આંતરરાષ્ટ્રીય સટ્ટાકાંડના કનેક્શન અંગે તપાસ થશેઃ પોલીસ ઈન્સ્પેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે, હાલ પોલીસે જૂનાગઢના તરંગ, દિપક ધાનાભાઈ, ઈમરાન અને સુરતના ભાવેશની સમગ્ર સટ્ટા કાંડમાં શોધખોળ શરૂ કરી છે. વધુમાં સુરતના ભાવેશની અન્ય ઓનલાઈન આઈડી પર પણ કેટલાક ગ્રાહકો સટ્ટામાં જોડાયા છે, જેની તપાસ પણ પોલીસ કરી રહી છે. હાલ, લોકલ ક્રાઈમબ્રાન્ચને મોબાઈલ, ટિવી સેટઅપ બોક્સ અને રોકડ સહિત 18,400 રૂપિયાનો મુદ્દામાલ સ્થળ પરથી પકડી પાડવામાં સફળતા મળી છે. સમગ્ર મામલામાં આંતરરાષ્ટ્રીય સટ્ટાકાડનું કનેક્શન છેકે નહીં તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે.

ABOUT THE AUTHOR

...view details