થોડા દિવસ પહેલા જૂનાગઢમાં ACBમાં ફરજ બજાવતા PI ચાવડાને રૂપિયા 18 લાખની લાંચ લેતા અમદાવાદ માંથી પકડવામાં આવ્યા હતા. જેના જામીન મંજુર થતા ચાવડાને સાબરમતી જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા, ત્યારે જૂનાગઢના તબીબ પાસેથી વધુ એક કેસમાં 15 લાખની લાંચ માગવાના કેસમાં રાજકોટ ACBની ટીમે ચાવડાનો સાબરમતી જેલ માંથી કબ્જો લઈને જૂનાગઢ કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા.
ACBના પૂર્વ PI ચાવડાના વધુ 3 દિવસના રીમાન્ડ કરાયા મંજુર - ACBના પૂર્વ PI ચાવડાને વધુ 3 દિવસના રીમાન્ડ
જૂનાગઢઃ લાંચ કાંડમાં પકડાયેલા ACBના પૂર્વ PI ચાવડાને કોર્ટે ઝટકો આપ્યો હતો. કોર્ટે તેના વધુ 3 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.
ગત 25મી ડિસેમ્બરના રોજ અમદાવાદથી 15 લાખની લાંચ લેતા ડી.ડી ચાવડા રંગે હાથ પકડાયેલા હતા, તે કેસમાં હજુ જેલની હવા ખાઈ રહયા હતા. ત્યારે જૂનાગઢના એક તબીબ પાસેથી 15 લાખની લાંચ માગવાના કેસમાં જૂનાગઢ ACBમાં ફરિયાદ થતા સમગ્ર મામલે તપાસ કરી રહેલી રાજકોટ ACBની ટીમે ચાવડાનો અમદાવાદ જેલ માંથી કબ્જો લઈને તેને જૂનાગઢ કોર્ટમાં રજુ કરયા હતા.
જૂનાગઢ કોર્ટે વધુ 3 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. જેને લઈને રાજકોટ ACBની ટિમ ચાવડાને લઈને અમદાવાદ તરફ રવાના થઇ હતી, સમગ્ર લાંચ કેસને લઈને જૂનાગઢ શહેર અને જિલ્લામાં આ કેશ ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો.