- જૂનાગઢ કોર્પોરેશનની પેટા ચૂંટણીનું પરિણામ કરવામાં આવ્યું જાહેર
- ભાજપ અને કોંગ્રેસના એક-એક ઉમેદવારો ચૂંટણી જંગ જીતવા માં રહ્યા સફળ
- વૉર્ડ નંબર 15માં ભાજપની અને વૉર્ડ નંબર 6માં કોંગ્રેસની જીત
જૂનાગઢ : JMC (જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન)ના વૉર્ડ નંબર 6 અને 15 માટે પેટા ચૂંટણી યોજાઇ હતી. જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના વૉર્ડ નંબર 15 અને 6માં ગત 21 ફેબ્રુઆરીના રોજ મતદાન હાથ ધરવામાં આવ્યું હતું. જેની મંગળવાર મતગણતરી હાથ ધરવામાં આવી હતી. આ મતગણતરીના અંતે વૉર્ડ નંબર 15માંથી ભાજપના ઉમેદવાર નાગજી કટારા તેમજ વૉર્ડ નંબર 6માંથી કોંગ્રેસના લલિત પરસાણા ચૂંટણી જંગ જીતવામાં સફળ રહ્યાં છે અને યુવા ઉમેદવારો ચૂંટણી જંગમાં વિજેતા થતાં તેમના સમર્થકોએ બન્ને યુવાનનો વધાવી લીધાં હતાં. વિજેતા થયા બાદ બન્ને ઉમેદવારોએ તેમના મતદારોનો આભાર માનીને પડતર પ્રશ્નોનું તાકીદે નિરાકરણ કરવામાં આવશે, તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.