દેશના પૂર્વ વડાપ્રધાન ભારત રત્ન અને કોંગ્રેસના અગ્રણી રાજીવ ગાંધીની મંગળવારે પુણ્યતિથિ નિમિત્તે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. જૂનાગઢ જિલ્લા કાર્યાલય કોંગ્રેસના કાર્યકરો દ્વારા રાજીવ ગાંધીના ચિત્રને પુષ્પમાળા અર્પણ કરી તેમને આજના દિવસે યાદ કરવામાં આવ્યા હતા.
રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે જૂનાગઢ કોંગ્રેસે આપી શ્રદ્ધાંજલિ
જૂનાગઢઃ ભારત રત્ન અને પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની આજે પુણ્યતિથિ છે. જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લા કાર્યાલય તેમના તૈલી ચિત્રને પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી આજના દિવસે તેમને યાદ કર્યા હતા.
રાજીવ ગાંધીને યુવા ભારતના સ્વપ્નદ્રષ્ટા તરીકે પણ યાદ કરવામાં આવે છે. સૌપ્રથમ વખત મતાધિકાર 18 વર્ષની ઉંમરે કરવા બદલ પણ રાજીવ ગાંધીને યાદ કરવામાં આવે છે. સમગ્ર દેશમાં કમ્યુનિકેશન સેવાઓના જનક તરીકે પણ રાજીવ ગાંધીની સેવાઓને બિરદાવવામાં આવી હતી. યુવાન વયે વડાપ્રધાન બનેલા અને યુવાન વયે જ એમનો સ્વર્ગવાસ થયો હતો. રાજીવ ગાંધીની દેશસેવા અને દેશમાં કરેલા કાર્યો થકી આજે દેશનો વિકાસ થઈ રહ્યો છે. તેના કાર્યોને બિરદાવીને રાજીવ ગાંધીને કોંગ્રેસ કાર્યકરોએ તેમને પુષ્પાજલિ અર્પણ કરી હતી.