જૂનાગઢઆગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઇને જૂનાગઢની પાંચ બેઠક પર ચૂંટણી( Gujarat Assembly Election 2022)ઢંઢેરાને લઈને બેઠકનું આયોજન થયું હતું. જેમાં કોંગી અગ્રણી અર્જુન મોઢવાડીયાએ (Gujarat Congress)હાજરી આપી હતી. આ સમયે માંગરોળના ધારાસભ્ય બાબુ વાજા ભાજપના નેતાઓ અને પક્ષ પર અપશબ્દોનો મારો ચલાવ્યો હતો. તેમનો ઈરાદો કોઈ રાજકીય પક્ષ કે નેતાને જાહેરમાં અપશબ્દ આપવાનો (Junagadh assembly seat )ન હતો, પરંતુ તેઓ ગુસ્સે થઈને જાહેર મંચ પરથી ભાજપ પક્ષ અને નેતાઓ સામે અપશબ્દો બોલતા કેમેરામાં કેદ થયા હતા.
ધારાસભ્યએ જાહેર મંચ પરથી અપશબ્દો બોલ્યાઆગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઈને કોંગ્રેસ દ્વારા ચૂંટણી ઢંઢેરો જાહેર કરવાનો છે. તે અંતર્ગત જૂનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના કાર્યકરો અને લોકોનો ચૂંટણી ઢંઢેરા પર પ્રતિભાવ મેળવવા માટે અરજી જૂનાગઢમાં કોંગ્રેસની જિલ્લાકક્ષાની બેઠકનું આયોજન થયું હતું. જેમાં પ્રદેશ અગ્રણી અર્જુન મોઢવાડિયાની સાથે ધારાસભ્યો જિલ્લા તાલુકાના પ્રમુખ અને મોટી સંખ્યામાં કાર્યકરોની સાથે સામાન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા. ચૂંટણી ઢંઢેરા પર તેમના પ્રતિભાવ આપ્યા હતા આ તબક્કે લોકોના રોષ સરકાર અને ભાજપ સામે આવતા માંગરોળના ધારાસભ્ય બાબુ વાજાએ સમગ્ર ભાજપ પક્ષ અને ભાજપના નેતાઓને જાહેર મંચ પરથી અપશબ્દો (Congress MLA made abusive language)બોલ્યા હતા. ધારાસભ્ય દ્વારા બોલવામાં આવેલા અપશબ્દો અને કોંગ્રેસના કાર્યકરો અને સામાન્ય લોકોએ પણ વધાવી લીધા હતા. જાહેર મંચથી ગુસ્સામાં કે ભૂલથી બોલાયેલા અપશબ્દોને કારણે માંગરોળના ધારાસભ્ય બાબુ વાજા ચર્ચાને ચગડોળે ચળી રહ્યા છે.
આ પણ વાંચોસુરત એસીબીના સંકજામાં જીએસટી સુપરિન્ટેન્ડન્ટ, લાંચનું છટકું કેવું ગોઠવાયું જૂઓ