ગુજરાત

gujarat

ETV Bharat / state

પૂર્વ પાસ કન્વીનર અમિત પટેલ જૂનાગઢ શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ બન્યા - અમિત પટેલ

જૂનાગઢ શહેર કોંગ્રેસને વધુ એક કાર્યકારી પ્રમુખ મળ્યા છે, પ્રદેશ કોંગ્રેસ દ્વારા પૂર્વ પાસ કન્વીનર અમિત પટેલને જૂનાગઢ શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે નીમવાનો આદેશ કરવામાં આવ્યો છે. છેલ્લા છ મહિનાથી કાર્યકારી પ્રમુખથી જૂનાગઢ શહેર કોંગ્રેસનું ગાડુ ગબડતું હતું. જેમાં વધુ એક કાર્યકારી પ્રમુખને શહેર કોંગ્રેસની કમાન સોંપવામાં આવી છે.

જૂનાગઢ શહેર કોંગ્રેસનું ગાડું કાર્યકારી પ્રમુખથી ગબળાવવાનો પ્રદેશ કોંગ્રેસનો નિર્ણય
જૂનાગઢ શહેર કોંગ્રેસનું ગાડું કાર્યકારી પ્રમુખથી ગબળાવવાનો પ્રદેશ કોંગ્રેસનો નિર્ણય

By

Published : Mar 2, 2020, 2:38 PM IST

જૂનાગઢઃ રાજ્ય પ્રદેશ કોંગ્રેસ દ્વારા જૂનાગઢ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે વધુ એક વખત કાર્યકારી પ્રમુખની નિમણૂક કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પૂર્વ પાસ કન્વીનર અમિત પટેલની જૂનાગઢ શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે નિમણૂક કરવાનો આદેશ કર્યો હતો. અગાઉ પણ સુરેશ કોટડિયાને શહેર કોંગ્રેસ પ્રમુખના કાર્યકારી હોદ્દા પર બેસાડવામાં આવ્યા હતા. ક્યારે તેમને દૂર કરીને વધુ એક કાર્યકારી પ્રમુખને શહેર કોંગ્રેસની કમાન સોંપવામાં આવી હતી, ત્યારે સોમવારે કાર્યકારી પ્રમુખ અમિત પટેલે હોદ્દાનો પદભાર ગ્રહણ કર્યો હતો.

જૂનાગઢ શહેર કોંગ્રેસનું ગાડું કાર્યકારી પ્રમુખથી ગબળાવવાનો પ્રદેશ કોંગ્રેસનો નિર્ણય
જૂનાગઢ મનપાની સામાન્ય ચૂંટણીઓમાં ટિકિટની ફાળવણી લઈને કોંગ્રેસમાં ખૂબ જ મોટો અસંતોષ અને આંતર કલહ સામે આવ્યો હતો, જેને લઇને જે તે સમયના શહેર કોંગ્રેસના પ્રમુખ અને દિગ્ગજ પાટીદાર અગ્રણી વિનુભાઈ અમીપરાએ કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપનો કેસરીયો ધારણ કર્યો હતો. જે બાદ પ્રદેશની સૂચનાથી સુરેશ કોટડિયાને શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકેનો કાર્યકારી હવાલો સોંપવામાં આવ્યો હતો, જેને આજે છ મહિના બાદ પદ પરથી દૂર કરીને અમિત પટેલની કાર્યકારી શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે વરણી કરી છે.

છેલ્લા છ મહિનાથી જૂનાગઢ શહેર કોંગ્રેસનું ગાડું કાર્યકારી પ્રમુખથી ગભળાવવાનું ચાલુ હતું ત્યાં સોમવારના રોજ ફરી એક વખત જૂનાગઢ શહેર કોગ્રેસને અમીત પટેલના રુપમાં કાર્યકારી પ્રમુખ મળ્યા છે.

ABOUT THE AUTHOR

...view details