જૂનાગઢ: જિલ્લા કલેકટર ડૉ સૌરભ પારધી ગુરૂવારે સિવિલ હોસ્પિટલમાં ઉભા કરવામાં આવેલા કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી. છેલ્લા કેટલાક દિવસથી જે પ્રકારે સિવિલ હોસ્પિટલના કોવીડ કેર સેન્ટરના વિડીયો અને કેટલીક માહિતીઓ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી હતી. ત્યારે કેટલીક ખોટી વિગતોને કારણે લોકોમાં ભયનો માહોલ ન ફેલાય તે માટે આજથી કલેકટર સૌરભ પારધી અને વિકાસ અધિકારી પ્રવીણ ચૌધરી સતત સિવિલ હોસ્પિટલના પોતાના નિરીક્ષણ તમામ કાર્યવાહી ચલાવશે.
જૂનાગઢ કલેક્ટર સિવિલ હોસ્પિટલમાં રહીને તમામ કાર્યવાહીની દેખરેખ રાખશે - Junagadh Collectorate
ગુરૂવારથી જૂનાગઢ જિલ્લા કલેકટર સૌરભ પારધીએ સિવિલ હોસ્પિટલના કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી. આજથી દૈનિક ધોરણે તેઓ સિવિલ હોસ્પિટલમાં રહીને દર્દીઓને મળી રહેલી તબીબી સહાય અંગે હોસ્પિટલ પ્રશાસનને સૂચનાઓ આપવાની સાથે તમામ ગતિવિધિઓ પર પોતાની નજર રાખશે તેમની સાથે જિલ્લા વિકાસ અધિકારી પણ જોડાયા હતા.
વધુમાં તેમણે સ્વચ્છતા પર ભાર મૂકયો હતો અને જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલના તમામ ટોયલેટ દર કલાકે સાફ થવા જોઈએ તેનો અમલ અત્યારથી જ શરૂ કરી દેવામાં આવે સાથોસાથ તેમણે વધુ એક સગવડતા કરવા માટે સિવિલ પ્રશાસનને આદેશ કર્યો છે તે મુજબ દિવસના ત્રણ વખત કોઈ પણ દર્દીના સગા ડોક્ટરો દ્વારા સુચવેલા ખોરાક અને ફળ તેમના દર્દીઓ સુધી પહોંચ છે તેવી વ્યવસ્થા અત્યારથી જ શરૂ કરવાની તાકીદ કરવામાંઆી હતી. સાથે સાથે જિલ્લા કલેકટરને દર્દીઓના સગાઓ અને દર્દી વચ્ચે વીડિયો કોલિંગથી દિવસમાં એક વખત વાત થાય તે પ્રકારની નવી વ્યવસ્થા આજથી ઊભી કરવાના આદેશ કરવામાં આવ્યા છે.