ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોનાને પગલે જૂનાગઢ કલેકટરે લોકડાઉનનો ચુસ્ત અમલ કરવા કરી વિનંતી - Junagadh District Collector

કોરોના વાઇરસ રાજ્ય બાદ જિલ્લાઓમાં પગપેસારો કરી રહ્યો છે. જૂનાગઢ જિલ્લો હજુ પણ કોરોના વાઇરસ સંક્રમિત વ્યક્તિ ઓથી મુક્ત જોવા મળે છે, ત્યારે જૂનાગઢ કલેક્ટરે વાસીઓને બીજા તબક્કામાં લોકડાઉનનો ચુસ્ત અમલ કરવા વિનંતી કરી હતી.

કોરોના વાઇરસને પગલે જૂનાગઢ કલેકટરે બીજા તબક્કાના લોકડાઉનનો ચુસ્ત અમલ કરવા કરી વિનંતી
કોરોના વાઇરસને પગલે જૂનાગઢ કલેકટરે બીજા તબક્કાના લોકડાઉનનો ચુસ્ત અમલ કરવા કરી વિનંતી

By

Published : Apr 19, 2020, 11:18 PM IST

જૂનાગઢઃ કોરોના વાઇરસનો કહેર હવે ધીરે ધીરે સમગ્ર રાજ્યમાં ગંભીરતાની સાથે વધુ કેટલાક જિલ્લાઓમાં પગપેસારો કરી રહ્યો છે, ત્યારે જૂનાગઢ જિલ્લો હજુ પણ કોરોના વાઇરસ સંક્રમિત વ્યક્તિઓથી મુક્ત છે. જેને લઇને જૂનાગઢ જિલ્લા કલેક્ટરે જિલ્લાવાસીઓને પ્રથમ તબક્કાની માફક જ બીજા તબક્કામાં લોકડાઉનનો ચુસ્ત અમલ કરવા વીડિયો સંદેશ દ્વારા વિનંતી કરી હતી.

કોરોના વાઇરસને પગલે જૂનાગઢ કલેકટરે બીજા તબક્કાના લોકડાઉનનો ચુસ્ત અમલ કરવા કરી વિનંતી

કોરોના વાઇરસ હવે રાજ્યમાં ગંભીર રૂપ ધારણ કરતો જાય છે, ત્યારે કોરોનાનું સંક્રમણ વધુ કેટલાક જિલ્લાઓમાં પ્રસરી રહ્યું છે, ત્યારે જૂનાગઢ જિલ્લો કોરોના સંક્રમિત કેસોથી મુક્ત જોવા મળે છે. જેને લઇને જૂનાગઢ જિલ્લા કલેક્ટરે જિલ્લાવાસીઓનો આભાર માન્યો હતો.જે પ્રકારે પ્રથમ તબક્કાના 21 દિવસના લોકડાઉનનો ગંભીરતાથી અમલ કર્યો હતો. તે જ પ્રમાણે બીજા તબક્કાના અઢાર દિવસનો લોકડાઉનનો ચુસ્ત અમલ કરવાની વિનંતી કરી હતી.

જિલ્લા કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે, સંક્રમિત જિલ્લામાંથી કેટલાક લોકો ગેરકાયદેસર અને કેટલાક લોકો મંજૂરી લઈને જૂનાગઢ જિલ્લાની હદમાં આવી રહ્યાં છે. જેને કારણે જૂનાગઢ જિલ્લા પર પણ કોરોના વાઈરસનો ખતરો ઉભો થઇ શકે છે, ત્યારે જિલ્લામાં પ્રવેશેલા દરેક વ્યક્તિની માહિતી જિલ્લા વહીવટી તંત્ર પોલીસ મથક અને આરોગ્ય કર્મચારીઓ સુધી પહોંચાડે તેવી વિનંતી કરી હતી.

ABOUT THE AUTHOR

...view details