ગુજરાત

gujarat

ETV Bharat / state

જૂનાગઢ કલેક્ટર આકરા પાણીએ, ખોટા વીડિયો વાયરલ કરનાર લોકો વિરુદ્ધ આપ્યો આકરી કાર્યવાહીનો નિર્દેશ - junagadh corona

છેલ્લા કેટલાક સમયથી જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં આવેલા કોરોના વોર્ડમાં દર્દીઓની સારવાર થઇ રહી નથી, તેમજ મોટાભાગની અવસ્થાઓ covid કેર સેન્ટરમાં ચાલી રહી છે. તેને લઈને સોશિયલ મીડિયા અને વિવિધ માધ્યમોમાં વીડિયો છેલ્લા એક અઠવાડિયાથી વાયરલ થઇ રહ્યો છે. ત્યારે રવિવારના રોજ વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.. જેને લઇને હવે જૂનાગઢ જિલ્લા કલેકટર પણ આકરા પાણીએ જોવા મળી રહ્યા છે અને આવા વીડિયો વાયરલ કરનાર તમામ સામે આકરી કાર્યવાહી કરવાના નિર્દેશો આપ્યા છે.

જૂનાગઢ કલેક્ટર
જૂનાગઢ કલેક્ટર

By

Published : Sep 21, 2020, 2:27 AM IST

જૂનાગઢઃ સિવિલ હોસ્પિટલના વિડિયો સોશિયલ મીડિયા અને કેટલાક માધ્યમોમાં છેલ્લા એક અઠવાડિયાથી વાયરલ થઇ રહ્યા છે, આ વીડિયોમાં જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ઉભા કરવામાં આવેલા કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓની સારવાર કરવામાં નથી આવી અને મોટાભાગની વ્યવસ્થાઓ ચકનાચૂર જોવા મળી રહી છે. તે પ્રકારના વીડિયો છેલ્લા એક અઠવાડિયાથી સોશિયલ મીડિયા અને કેટલાક માધ્યમોમાં વાયરલ થઇ રહ્યા છે, જેમાં રવિવારના રોજ વધુ એક વીડિયો વાયરલ થયો છે, જેને ધ્યાને લઇને જિલ્લા કલેકટર દ્વારા વીડિયો વાયરલ કરનાર દરેક વ્યક્તિઓ સામે આકરી કાર્યવાહી કરવાની ચિમકી પણ ઉચ્ચારી છે. આ માહિતી તેમણે તેમના ટ્વિટર હેન્ડલ પર અપલોડ કરીને આવા વ્યક્તિઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાને નિર્દેશો આપ્યા છે.

જૂનાગઢ કલેક્ટર આકરા પાણીએ, ખોટા વીડિયો વાયરલ કરનાર લોકો વિરુદ્ધ આપ્યો આકરી કાર્યવાહીનો નિર્દેશ

બે દિવસ અગાઉ પણ જિલ્લા કલેક્ટરે સિવિલ હોસ્પિટલના કેર સેન્ટરનું રજીસ્ટર ચોરી કરીને કેટલાક લોકો તેમાં રજીસ્ટરનો થયેલો ડેટા કોરોના સંક્રમિત દર્દીઓના મોત સાથે સરખાવીને લોકોમાં ભય ફેલાઈ તે પ્રકારે સોશિયલ મીડિયા અને કેટલાક માધ્યમોમાં વાયરલ કર્યું હતું, ત્યારથી કલેક્ટરે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ચાર્જ લીધો છે અને છેલ્લા ત્રણ દિવસથી તમામ વ્યવસ્થાઓને પોતે જોઈ રહ્યા છે. પરંતુ કેટલાક લોકો જૂનાગઢ જિલ્લા અને શહેરમાં ભય ફેલાઈ તે પ્રકારે અન્ય હોસ્પિટલોના વીડિયો જુનાગઢના નામે ચડાવીને સોશિયલ મીડિયા અને કેટલાક માધ્યમોમાં ફેલાવી રહ્યા છે. જેની સામે આકરી કાયદાકીય કાર્યવાહી કરવાની ચીમકી જૂનાગઢ જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીએ તેમના ટ્વિટર હેન્ડલ મારફતે આપી છે.

જૂનાગઢ સિવિલ હોસ્પિટલ

ABOUT THE AUTHOR

...view details