જૂનાગઢ: રાજ્ય સરકાર દ્રારા હવે તમાકુ તેમજ પાન-મસાલા અને ગુટકા પરથી પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે. તેમ છતા પણ વેપારીઓ દ્રારા લોકો પાસેથી તેની ચાર ઘણી કિંમત લેવામાં આવી રહી છે. જેનો એક વિડિયા સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
જૂનાગઢમાં તમાકુના વેપારીઓનો કાળા બજારી કરતા હોય એવો વીડિયો વાયરલ
જૂનાગઢ જિલ્લામાં તમાકુના વેપારીઓને કાળા બજાર કરતો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં વેપારી એક બાગબાન તમાકુનો ડબ્બો પાંચસો રૂપિયામાં વેચી રહ્યો છે.
જુનાગઢ: તમાકુના વેપારીઓનો કાળા બજારી કરતો, વિડીયો થયો વાયરલ
આ વીડિયોમાં એક વેપારી બાગબાન તમાકુનો ડબ્બો બે ઘણી કિંમત 500 રૂપિયામાં આપી રહ્યો છે. જેમાં વેપારીઓ હવે ખુલ્લેઆમ માલ નથી આવતો તેવા બહાના કરીને કાળા બજારી કરી રહ્યાં છે અને લોકોને છેતરી રહ્યાં છે.
આવા કપરા સમયમાં પણ કાળા બજારી કરી લોકોને છેતરનારા વેપારીઓ સામે કડક પગલા લેવામાં આવે તેવી લોકો દ્રારા માગ કરવામાં આવી રહી છે.