ગુજરાત

gujarat

ETV Bharat / state

બંગાળમાં થયેલી હિંસાના વિરોધમાં જૂનાગઢ ભાજપે કર્યા પ્રતિક ધરણાં - Dharna by BJP

પશ્ચિમ બંગાળમાં થયેલી હિંસાના વિરોધમાં સોમવારે ગુરુવારે ભાજપ દ્વારા શહેરના આઝાદ ચોક વિસ્તારમાં પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ભાજપના કેટલાક કાર્યકરો જોડાયા હતા અને બંગાળ હિંસાનો વિરોધ કર્યો હતો. રાજ્ય સરકારે કોરોના સંક્રમણને ધ્યાને લઇને ગૃહ વિભાગ દ્વારા એક પરિપત્ર જાહેર કરાયો છે આ પરીપત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કોરોના સંક્રમણ કાળમાં કોઈ પણ પ્રકારના રાજકીય કાર્યક્રમો કે ધરણાને સદંતર બંધ રાખવામા આવે એવામાં જૂનાગઢ ભાજપે રાજ્યના ગૃહ વિભાગના આદેશને ઘોળીને પી ગયા હોય તેમ લાગતું હતું.

dharna
બંગાળમાં થયેલી હિંસાના વિરોધમાં જૂનાગઢ ભાજપે કર્યા પ્રતિક ધરણાં

By

Published : May 6, 2021, 2:30 PM IST

  • બંગાળી હિંસાને લઈને જુનાગઢ ભાજપે કર્યા પ્રતિક ધરણા
  • ધારણામાં ભાજપના કેટલાક કાર્યકરોએ આપી હાજરી
  • રાજ્યના ગૃહવિભાગના આદેશની કરવામાં આવી અવગણના

જૂનાગઢ : પાછલા કેટલાક સમયથી પશ્ચિમ બંગાળમાં રાજકીય હિંસાઓ જોવા મળી રહી છે જેમાં રાજકીય પક્ષોના કાર્યકરો એકમેકને નુકસાન પહોંચાડી રહ્યા છે. ભાજપે બંગાળી હિંસાને મુદ્દો બનાવીને ગુરુવારે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજ્યો હતો. શહેરના આઝાદ ચોકમાં ધરણાના કાર્યક્રમમાં જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના કેટલાક કોર્પોરેટરો જોડાયા હતા અને પ્રતિક ધરણા કાર્યક્રમને પુર્ણ કર્યો હતો. આ કાર્યક્રમમાં રાજ્યના ગૃહવિભાગે કરેલા આ દેશનો ખુલ્લેઆમ ભંગ થતું જોવા મળતું હતું. કોરોના સંક્રમણ ને કારણે ગૃહ વિભાગે ધારણા કે રાજકીય કાર્યક્રમ નહીં યોજવાની સ્પષ્ટ આદેશ કર્યો છે પણ જૂનાગઢમાં સરકારી આદેશને ઉપરવટ જઇને ભાજપ દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : પશ્ચિમ બંગાળ સરકાર ભાજપીઓને સુરક્ષા પ્રદાન કરે - સી. આર. પાટીલ

તમામ સરકારી કાર્યક્રમો પર રોક

કોરોના સંક્રમણને કારણે રાજ્યના ગૃહ વિભાગે તમામ પ્રકારના રાજકીય અને ધરણા સહિતના તમામ કાર્યક્રમો પર પ્રતિબંધ મૂક્યો છે ભાજપે ધરણાનો કાર્યક્રમ આયોજિત કર્યો હશે ત્યારે રાજ્ય સરકારના ગૃહવિભાગના આદેશનું ચોક્કસ પણે ધ્યાન પર લીધું હશે પરંતુ આજે દિવા તળે અંધારામાં રાજ્યના ગૃહ વિભાગના આદેશોનો છડે ચોક જૂનાગઢ શહેરના આઝાદ ચોકમાં ભાંગ થતો જોવા મળતો હતો અને આ ભંગ રાજ્યમાં સરકાર ચલાવી રહેલી ભાજપના કાર્યકરો દ્વારા કરવામાં આવ્યો હતો કોરોના સંક્રમણ કાળમાં કોઈ પણ વ્યક્તિને આ પ્રકારની મંજૂરી આપવામાં આવતી નથી અને જો કોઈ પણ વ્યક્તિ કાયદાનો ભંગ કરે તો તેમના વિરુધ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં સરકાર પીછેહઠ પણ કરતી નથી. સરકારના જ ગૃહ વિભાગના કાયદાનું ખુલ્લેઆમ ભંગ કરીને ભાજપે જે કાયદાનો ભંગ કર્યો છે તેને વિરુધ્ધ રાજ્ય સરકાર કેવી કાર્યવાહી કરશે ?

ABOUT THE AUTHOR

...view details