ગુજરાત

gujarat

ETV Bharat / state

જૂનાગઢ ભાજપ દ્વારા નાગરિકતા કાનૂનને લઈને જનજાગૃતિ સંમેલનનું કરાયું આયોજન - જૂનાગઢ સમાચાર

જૂનાગઢઃ નાગરિકતા સંમેલનને લઈને જિલ્લા ભાજપ દ્વારા જન-જાગૃતિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપના કાર્યકરોએ સમગ્ર કાયદાની માહિતી લોકો સુધી પહોંચાડી હતી.

etv bharat
જૂનાગઢ ભાજપ દ્વારા નાગરિકતા કાનૂનને લઈને જનજાગૃતિ સંમેલનનું કરાયું આયોજન

By

Published : Dec 28, 2019, 4:44 PM IST

નાગરિકતા સંશોધન કાયદાને લઈને થઈ રહેલા વિરોધને પગલે ભાજપ દ્વારા જન જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જનજાગૃતિ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા પ્રદેશ અગ્રણી બાબુભાઈ જેબલીયા સહિત ધારાસભ્યો પૂર્વ ધારાસભ્યો અને કાર્યકરોએ ખૂબજ મોટી સંખ્યામાં હાજરી આપીને આ જનજાગૃતિ મહાસંમેલનને સફળ બનાવ્યું હતું.

જૂનાગઢ ભાજપ દ્વારા નાગરિકતા કાનૂનને લઈને જનજાગૃતિ સંમેલનનું કરાયું આયોજન

કેન્દ્ર સરકાર દ્વારા પારીત કરવામાં આવેલા નાગરિકતા સંશોધન કાયદાને લઈને જે પ્રકારે વિરોધ થઈ રહ્યો છે. તેને ધ્યાને લઇને ભાજપ દ્વારા જનજાગૃતિ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

જનજાગૃતિ મહાસંમેલન હેતુ, જે પ્રકારે કાયદાને લઈને લોકોમાં અસમંજસતા જોવા મળી હતી, જેના કારણે કેટલાક પ્રદેશો અને વિસ્તારોમાં હિંસક વિરોધ પ્રદર્શનો પણ થયા હતા. જેમાં કેટલાક લોકોને જાન માલનું નુકસાન પણ થયું હતું. જેને ધ્યાને રાખીને ભાજપ દ્વારા આ જન-જાગૃતિ મહા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

સંમેલનમાં ભાજપના કાર્યકરોને સમગ્ર મુદ્દાને લઈને માહિતગાર કરવામાં આવશે અને અહીંથી માહિતી પ્રાપ્ત કરીને ભાજપનો કાર્યકર દરેક લોકોના ઘર સુધી જઈ અને આ કાયદામાં જે જોગવાઈઓ છે. તેની વ્યક્તિગત મળીને લોકોને જાણકારી આપશે જેને કારણે આ કાયદાને લઈને જે વિસંગતતાઓ લોકોમાં ફેલાઇ રહી છે. તેને અટકાવવામાં સફળતા મળે તેવા હેતુ માટે જનજાગૃતિ મહા સંમેલન યોજવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details