ભવનાથમાં યોજાતા મેળાઓમાં સાધુઓનું છે ખાસ મહત્વ
જૂનાગઢઃ ગિરનારની ગોદમાં મહાશિવરાત્રી બાદ લીલી પરિક્રમાનો મેળો યોજાતો હોય છે. આ બંને ધાર્મિક મેળામાં જેને શિવના સૈનિક માનવામાં આવે છે તેવા નાગા સંન્યાસીઓનું ખાસ મહત્વ જોવા મળે છે. પૌરાણિક કાળથી યોજાતા આવતા આ મેળામાં નાગા સંન્યાસીઓ મેળાનું ખાસ આકર્ષણ હોય છે અને તેના દ્વારા આ મેળો પૂર્ણ થતો હોય તેવું ધાર્મિક પુરાણોમાં પુરાવો આજે પણ જોવા મળે છે.
ગિરનારની ગિરી કંદરાઓમાં વર્ષ દરમિયાન મહાશિવરાત્રી અને લીલી પરિક્રમાનો મેળો પૌરાણિક કાળથી યોજાતા આવે છે. આ મેળામાં નાગા સંન્યાસી સાધુઓ ખાસ આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે. બીજી દ્રષ્ટિએ જોવા જઇએ તો પૌરાણિક કાળથી યોજાતા આ મેળામાં નાગા સંન્યાસીઓ જ ભાગ લેતા હતાં. જેમ જેમ સમય વિતતો ગયો તેમ તેમ આ મેળામાં શિવ ભક્તો અને લોકો પણ જોડાતા ગયા અને જીવ અને શિવના મિલન રૂપે આ મેળાઓ ભવનાથની ગિરિ તળેટીમાં આદિ અનાદિ કાળથી યોજાતા આવે છે, જેમાં નાગા સાધુઓ પણ એક મહત્વનો ભાગ હોય છે. કહેવાય છે કે શિવના અંશ સમા નાગા સંન્યાસીઓ વગર ભવનાથનો એક પણ મેળો પૂર્ણ માનવામાં આવતો નથી માટે શિવરાત્રી અને પરિક્રમા.દરમિયાન યોજાતા મેળાઓમાં નાગા સંન્યાસીઓનુ ખૂબ જ મહત્ત્વ આજે પણ જોવા મળે છે.