વિવિધ સોશિયલ મીડિયા પર એકાઉન્ટ જૂનાગઢઃવર્તમાન ડિજિટલ યુગમાં કોઈ પણ વ્યક્તિ, સંસ્થા, કંપની કે સેલિબ્રિટીઝ સોશિયલ મીડિયા વગર તેમને પ્રસિદ્ધિ મેળવવી અઘરી બની જાય છે. જ્યારે સોશિયલ મીડિયાથી તેમની પ્રસિદ્ધિમાં ખૂબ જ વધારો થાય છે. આવી જ રીતે જૂનાગઢની ભક્ત કવિનરસિંહ મહેતા યુનિવર્સિટી સોશિયલ મીડિયાનો યોગ્ય ઉપયોગ કરી રહી છે. એટલું જ નહીં આ યુનિવર્સિટીના સોશિયલ મીડિયા પર 9,000 કરતાં પણ વધુ ફોલોઅર્સ જોવા મળે છે. કોરોના સંક્રમણ કાળ દરમિયાન શરૂ થયેલા ઓનલાઈન શિક્ષણને લઈને સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર હવે ખૂબ મોટા પ્રમાણમાં ફોલોઅર્સ જોડાઈ રહ્યા છે
આ પણ વાંચોજૂનાગઢ કૃષિ યુનિ.નો પદવીદાન સમારોહ, ગોલ્ડ મેડલિસ્ટ તમિલનાડુની વિદ્યાર્થિનીએ ગુજરાતના ખેતીના શિક્ષણને ગણાવ્યું શ્રેષ્ઠ
નરસિંહ મહેતા યુનિવર્સિટીના સોશિયલ મીડિયા પરના ફોલોઅર્સઃજૂનાગઢમાં આવેલી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના વિવિધ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર હજારોની સંખ્યામાં ફોલોઅર્સ જોવા મળે છે. કોરોના કાળ દરમિયાન શિક્ષણ વ્યવસ્થા ઓનલાઈન માધ્યમથી શરૂ રાખવામાં આવી હતી, જેને લઈને યુનિવર્સિટી દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર યુનિવર્સિટીનું પેજ બનાવવામાં આવ્યુ હતુ. આની સાથે જોડાઈને યુનિવર્સિટી અને તેની સંલગ્ન કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ મેળવી શકે તે માટેની વ્યવસ્થા ઊભી કરાઈ હતી. આજે બે વર્ષ બાદ યુનિવર્સિટીના વિવિધ પ્લેટફોર્મ પર 9,000 કરતાં વધુ ફોલોવર્સ જોવા મળે છે.
વિવિધ સોશિયલ મીડિયા પર એકાઉન્ટઃઆ યુનિવર્સિટીના ફોલોવર્સ વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જોવા મળે છે. ત્યારે ETV Bharat ભારત સાથેની વાતચીતમાં યુનિવર્સિટીના કુલપતિ જો. ચેતન ત્રિવેદીએ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મને લઈને માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હુતં કે, વર્તમાન સમયને સોશિયલ મીડિયાના સમયમાં યુનિવર્સિટીના અધ્યાપકો અને પ્રોફેસરો વચ્ચે શૈક્ષણિક અભ્યાસક્રમ તેમ જ યુનિવર્સિટી અને કૉલેજોમાં આયોજિત થતાં શિક્ષણલક્ષી તેમ જ માનવ વિકાસને આધારિત કાર્યક્રમોનું પ્રસારણ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પરથી કરવામાં આવે છે. એટલે વિદ્યાર્થીઓની સાથે અન્ય કેટલાક વ્યક્તિઓ પણ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ સાથે સતત જોડાઈ રહ્યા છે.
આ પણ વાંચોભારતીય અમેરિકન સ્ટુડન્ટે એન્વાયરમેન્ટ ફેલોશિપ જીતી, પાણીના શુદ્ધિકરણ પર કર્યુ સંશોધન
સોશિયલ મીડિયા પરથી કોઈ આવક નથી થતીઃતેમણે ઉંમેર્યું હતું કે, હાલ યુનિવર્સિટીને સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈપણ પ્રકારની આવક થતી નથી તો સાથે સાથે સોશિયલ મીડિયામાં સક્રિય રહેવા માટે કોઈ પણ પ્રકારનો ખર્ચ પણ થતો નથી.
સોશિયલ મીડિયા મનોવિજ્ઞાન સાથે જોડાયેલુંઃસોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ મનોવિજ્ઞાન સાથે જોડાયેલું છે. બીજી ભાષામાં કહીએ તો, સોશિયલ મીડિયાએ મનોવિજ્ઞાનનો એક ભાગ માની શકાય નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાનના અધ્યાપક તરીકે કામ કરતા પ્રોફેસર રાજેશ ડોડીયાએ જણાવ્યું હતું કે, કોરોના કાળ દરમિયાન સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ખૂબ પ્રસિદ્ધિ પામ્યા ઓનલાઈન શિક્ષણથી લઈને મોટા ભાગના તમામ વ્યવહારો કોરોના સંક્રમણ કાળ દરમિયાન ઓનલાઇન થતા હતા, જેને લઈને સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ખૂબ ઉપયોગી બન્યા હતા. આથી જ આવા પ્લેટફોર્મ પર ફોલોઅર્સની સંખ્યામાં સતત વધારો જોવા મળ્યો, જેના કારણે આજે યુનિવર્સિટીના સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર ખૂબ મોટા ફોલોવર્સ જોવા મળે છે.