રવિવારના રોજ માળીયા હાટીના તાલુકામાં આવેલ મેઘલ નદી ઉપર આવેલ ભખરવડ ડેમ ઓવરફ્લો થયો છે અને ડેમ ઉપથી પાણી વહી રહયું છે. ત્યારે ડેમની નીચાણવાળા વિસ્તારોના આવેલા ગામડાઓ ગડુ, જાનડી અને ઘુમટી સહીતના 15 ગામોને એલર્ટ કરાયા છે અને નદીના પટમાં લોકોને અવર જવર નહીં કરવા સુચના આપવામાં આવી છે.
ભખરવડ ડેમ થયો ઓવરફ્લો, નદીના પટમાં અવર જવર નહી કરવા અપાઇ સુચના - Bhakharvad dam
જૂનાગઢઃ શનિવારના રોજથી ગીર પંથકમાં પડી રહેલ અવિરત વરસાદ તેમજ જૂનાગઢના માળીયા હાટીનાના ગડુ શેરબાગ સહીતના વિસ્તારોમાં પડી રહેલ વરસાદથી ગીર પંથકની નદીઓ ગાંડીતુર બની છે. લોકોને નદીના પટમાં અવર જવર નહિ કરવાની સુચના આપવામાં આવી છે.

ભખરવડ ડેમ થયો ઓવરફ્લો, નદીના પટમાં લોકોને નહી જવા અપાઇ સુચના
ભખરવડ ડેમ થયો ઓવરફ્લો, નદીના પટમાં લોકોને નહી જવા અપાઇ સુચના
જિલ્લામાં હજુ પણ અવિરત વરસાદ શરૂ છે, ત્યારે આ ડેમમાં પાણીની આવક શરૂ છે. જેથી હજુ જો આ ડેમ ભયજનક સપાટીએ પહોચશે તો નીચાણવાળા વિસ્તારના ગામડાઓને હાઇ એલર્ટ કરાશે તેમ જાણવા મળી રહ્યું છે.