બેન્ક કર્મચારીઓની ગેરરીતિ કેવી રીતે પકડાઈ જૂનાગઢ:દસ નંબરી એ શબ્દ એના માટે વપરાય છે, જે નિર્દોશ પ્રજાને છેતરે છે. જૂનાગઢની HDFC બેંકનો કર્મચારી રાજ મણિયાર અને તેનો સાથી અજય બારીયાની દસનંબરીથી બેંકના ખાતાધારક સાથે રૂ. 80 લાખની છેતરપીંડી કરી. પણ પાપ છાપરે ચડીને પોકારે એ કુદરતી નિયમોને લઈને બંને આરોપીઓની જૂનાગઢ પોલીસે ધરપકડ કરીને બાકીના ખાતાધારકોને આ દસનબંરી બેલડીથી છેતરાતા બચાવ્યાં છે. પોલીસ કાર્યવાહીમાં જેની ઘરપકડ થઇ છે એ રાજ મણિયાર HDFC બેંકનો કર્મચારી છે, તો તેનો સાથી અજય બારીયા કોડીનારનો શાકભાજીનો વેપારી છે. પોલીસે આ બંને આરોપીની ધરપકડ કરીને છેતરપીંડીના નવા પ્રકારનો પર્દાફાશ કર્યો છે.
બેંક અને ખાતેદારોના રૂપિયા કેવી રીતે કર્યા ચાંઉ:HDFC બેન્કના કર્મચારી રાજ મણિયાર ની અંદાજિત 80 લાખ કરતાં વધુની ઉચાપત અને છેતરપિંડીના કિસ્સામાં અટકાયત કરી છે નવેમ્બર મહિનામાં નયન સવસાણીની ફરિયાદ થતા બેંકનો કર્મચારી રાજ મણીયાર પલાયન થઈ ગયો હતો. પણ આખરે 18, ડિસેમ્બરના રોજ જૂનાગઢ પોલીસે તેને ગીરફતાર કરી, જુનાગઢ કોર્ટમાં રજૂ કરી આઠ દિવસના પોલીસ રિમાન્ડ પર મેળવ્યા છે. વાત એમ છે કે આરોપી રાજ મણીયાર બેંકના ખાતેદારો અને બેંકના એકાઉન્ટમાંથી રુ. 36 લાખ ની ઉચાપત કરીને પોતાના વ્યક્તિગત ખાતામાં પૈસાની લેવડદેવડ કરીતો હતો. રાજ મણિયારની ઉચાપત બેંકને ધ્યાને આવતા એચડીએફસી બ્રાન્ચ મેનેજર નિલેશ કરમુર દ્વારા બેંકને આર્થિક રીતે નુકસાન પહોંચાડી અને છેતરપિંડી કર્યાની અલગથી પોલીસ ફરિયાદ કરતા તેની ધરપકડ થઇ છે.
બેંક અને ખાતેદારોને બનાવ્યા નિશાન:આ આખા ગુનાાં આરોપી રાજ મણિયાર નાણાકીય ગેરરીતિ આચરવા માટે પોતાની બેંકના ખાતેદારો અને શાખા સાથે શાતીર દિમાગથી છેતરપિંડી કરતો હતો. બેંકના ખાતેદાર ખીમાણી પરિવારના ખાતામાંથી આરોપી રાજ મણીયારે ચેક મારફતે 43 લાખ રૂપિયાની છેતરપિંડી કરીને પોતાના વ્યક્તિગત ખાતામાં રૂ. 43 લાખ ટ્રાન્સફર કર્યા હતા. આ ઉપરાંત રાજ મણિયારે અન્ય એક ગ્રાહકના બેંકના ખાતા માંથી ચેક મારફતે 2.80 લાખ રોકડ પણ પોતાના ખાતામાં ખોટી રીતે ટ્રાન્સફર કરી, નાણાકીય ગેરરીતી આચરી હતી . રાજ મણિયાર સામે આ છેતરપીંડી સામે પણ જુનાગઢ પોલીસે ભારતીય દંડ સંહિતાની 409 ધારા મુજબ ગુનો નોંધીને તપાસ હાથ થઈ છે.
કેમ રાજ મણીયારે કેમ રૂ. 83 લાખની કરી ઉચાપત:HDFC બેંકના પૂર્વ કર્મચારી રાજ મણીયારે ક્રેડિટ કાર્ડ થકી રૂ. 10 લાખ ગુમાવ્યા હતા. રુ. 10 લાખ ગુમાવ્યા જેની ભરપાઈ કરવા માટે રાજ મણિયારે બેંકના ખાતાધારકો અને બેંકને ચૂનો લગાડવાનુ કાવતરુ ઘડ્યુ. આ સાથે રાજ મણિયારે એન્જેલો બ્રોકિંગમાં પણ રોકાણ કર્યું હોવાની વિગતો પણ પોલીસ તપાસમાં સામે આવી છે. ક્રેડિટ કાર્ડ અને એન્જેલો બ્રોકિંગના રાજના નામે જે ખાતા છે તેની તપાસ પણ જૂનાગઢ પોલીસ કરી રહી છે.
ગોલ્ડ લોન કૌભાંડમાં બકાલીની અટકાયત:વેરાવળની એક્સિસ બેન્ક માં ગત 04:10 2023માં ગોલ્ડ લોન વિભાગમાં કૌભાંડ સામે આવ્યુ હતુ જેમાં ગોલ્ડના બદલામાં લોન લેનાર ગ્રાહકોના ગોલ્ડ પાઉચમાં નકલી દાગીના મૂકીને અસલી દાગીના પર બોગસ અને ખોટા વ્યક્તિઓના નામે ગોલ્ડ લોન મંજૂર કરાવવાના કિસ્સામાં બેંકના કર્મચારીઓ માનસિંગ ગઢીયા વિપુલ રાઠોડ પિંકી ખેમચંદાણી સમગ્ર મામલામાં કાવતરું કરીને બેંક અને ખાતેદારોને નુકસાન કરી રહ્યા હતા આ ત્રણેય આરોપીની પોલીસે ધરપકડ કરી છે અને હાલ તેઓએ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે ત્યારે સમગ્ર મામલામાં કોડીનારના બકાલી અજય બારીયા ની પણ પોલીસે ગઈ કાલે અટકાયત કરીને તેની પૂછપરછ પણ શરૂ કરી છે એક્સિસ બેન્કના ગોલ્ડ લોન કૌભાંડમાં પણ બકાલીની ધરપકડથી કોઈ નવો ખુલાસો થાય તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે.
- બિકાનેર પોલીસે નકલી નોટોના કન્સાઈનમેન્ટ સાથે બે આરોપીની ધરપકડ કરી, કેટલી નકલી નોટ પકડાઇ જૂઓ
- બાઈક ચોરાઈ જતાં માલિકની ઉદારતા, બાઈક ચોરને બાઈકના પેપર્સ અને ચાવી લઈ જવા સોશિયલ મીડિયામાં અપીલ કરી