જૂનાગઢઃ બુધવારના રોજ સમગ્ર દેશમાં રાષ્ટ્રીય તબીબ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, બંગાળના બીજા પૂર્વ મુખ્યપ્રધાન અને ભારતના ડૉક્ટર બી.સી. રોય દ્વારા તબીબી ક્ષેત્રમાં તેમના યોગદાનને લઈને બુધવારના રોજ તેમના જન્મદિવસને સમગ્ર રાષ્ટ્રમાં તબીબી દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. ડૉક્ટર રોય દ્વારા કરવામાં આવેલી સેવાઓને આજના દિવસે યાદ કરવામાં આવી રહી છે. વર્ષ 1882માં બિહાર રાજ્યમાં પહેલી જુલાઈના રોજ ડોક્ટર રોયનો જન્મ થયો હતો. જોગાનુજોગ વર્ષ 1962ની 1લી જુલાઈના રોજ તેમનું દેહાવસાન પણ થયું હતું, જેમના માનમાં સમગ્ર રાષ્ટ્રમાં બુધવારના રોજ તબીબી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.
જૂનાગઢની આશાદીપ સોસાયટી માનસિક વિકલાંગ દર્દીઓ માટે બની રહી છે આશાનું કિરણ - બંગાળના બીજા પૂર્વ મુખ્યપ્રધાન
1 જુલાઇના દિવસે રાષ્ટ્રીય તબીબ દિવસ સમગ્ર દેશમાં મનાવવામાં આવી રહ્યો છે. જૂનાગઢના ડૉ.બકુલ બુચ દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી શહેરમાં માનસિક વિકલાંગો માટે પુનઃ સ્થાપનના પ્રયાસો કરી રહ્યા છે. આશાદીપ ફાઉન્ડેશન દ્વારા બુધવારના રોજ પણ કેટલાય માનસિક વિકલાંગ લોકોને સમાજમાં પુનઃ સ્થાપન કરીને સાચા અર્થમાં તબીબી વ્યવસાય અને ઉજ્જવળ બનાવી રહ્યા છે.
![જૂનાગઢની આશાદીપ સોસાયટી માનસિક વિકલાંગ દર્દીઓ માટે બની રહી છે આશાનું કિરણ જૂનાગઢની આશાદીપ સોસાયટી માનસિક વિકલાંગ દર્દીઓ માટે બની રહી છે આશાનું કિરણ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7846485-263-7846485-1593597210131.jpg)
જૂનાગઢમાં માનસિક રોગોના તબીબ તરીકે કામ કરી રહેલા ડૉ. બકુલ બુચ પણ છેલ્લા ઘણા વર્ષોથી માનસિક અસ્થિર અને પાગલ લોકો માટે કામ કરી રહ્યા છે. જૂનાગઢમાં આશાદીપ સોસાયટીની રચના કરીને ડોક્ટર બુચ દ્વારા અનેક લોકોને સમાજમાં પુન સ્થાપન માટે કામ કરી રહ્યા છે. આ સોસાયટીમાં માનસિક વિકલાંગ લોકોને ખાસ તાલીમ આપીને તૈયાર કરવામાં આવે છે. તૈયાર થયેલા તમામ લોકો સમાજ જીવનનો ભાગ બનીને તેમના પરિવારોને આજે પણ ઉપયોગી બની રહ્યા છે.
આજે ડોક્ટર દિવસે જો દેશનો દરેક ડૉક્ટર આવી કોઈ જવાબદારી સાથે સમાજસેવાને તેમના વ્યવસાય સાથે જોડીને કામ કરે તો આપણા સમાજને સમૃદ્ધ અને સક્ષમ બનતા કોઇ રોકી શકે તેમ નથી.