જૂનાગઢઃ નાણાકીય વર્ષના અંતિમ મહિનામાં જૂનાગઢખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ31મી માર્ચ સુધી બંધ રાખવાનો (Junagadh APMC ) નિર્ણય યાર્ડના સત્તાધીશો દ્વારા કરવામાં આવ્યો છે. આઠ દિવસ દરમિયાન જૂનાગઢ માર્કેટીંગ યાર્ડની (Junagadh Market Yard)તમામ કામગીરી સદંતર બંધ રાખવામાં આવી છે. જેમાં ખેડૂતોએ 8 દિવસો દરમિયાન પોતાના પાક માર્કેટિંગ યાર્ડ ખાતે નહીં લાવવાની સત્તાધીશો દ્વારા ખેડૂતોને જાણ કરવામાં આવી છે.
નાણાકીય વર્ષના અંતિમ મહિનામાં આઠ દિવસ માર્કેટિંગ યાર્ડનું કામકાજ બંધ -દર વર્ષની માફક આ વર્ષે પણ નાણાકીય વર્ષના અંતિમ મહિનામાં આઠ દિવસ સુધી માર્કેટિંગ યાર્ડનું તમામ કામકાજ બંધ રાખવાની પરંપરા છે તે મુજબ આ વર્ષે પણ( Junagadh APMC closed for eight days)માર્ચ મહિનાના અંતિમ આઠ દિવસ માર્કેટિંગ યાર્ડમાં ખરીદ-વેચાણ સહિતની તમામ કામગીરી બંધ રાખવાનો નિર્ણય યાર્ડના સત્તાધીશોએ કર્યો છે.