જૂનાગઢઃ જિલ્લા હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં જૂનાગઢ સહિત સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત અગનભઠ્ઠીમાં શેકાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આગામી આઠમી તારીખ સુધીમાં સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતનુ તાપમાન 41થી લઈને 44 ડિગ્રી સુધી જોવા મળશે. જેને કારણે આ વિસ્તારો અગનભઠ્ઠીમાં ફેરવાતા જોવા મળી શકે છે, જે પ્રકારે મેં મહીનાનુ જૂનાગઢનું તાપમાન પણ પાછલા 10 વર્ષમાં 2 ડિગ્રી જેટલું સરેરાશ કરતાં વધુ જોવા મળી રહ્યું છે, તેને લઈને કહી શકાય કે આગામી દિવસોમાં જૂનાગઢમાં પણ ગરમીનો પારો ઊંચે જશે અને લોકો અકળાવનારી ગરમીથી પરેશાન થતા જોવા મળશે.
આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હિટવેવની શક્યતાઓઃ હવામાન વિભાગ - હિટવેવની શક્યતાઓ
આગામી દિવસોમાં જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હિટવેવની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી રહી છે. જે આગામી 8મી મે સુધી તાપમાન 41થી લઈને 44 ડિગ્રી સુધી પહોંચી જાય તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જેને લઇને આગામી દિવસોમાં સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છની સાથે ઉત્તર ગુજરાત પણ હિટવેવની પરિસ્થિતિમાં અગનભઠ્ઠીમાં ફેરવાઈ તેવી શક્યતાઓ જોવાઇ રહી છે.
ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ ચોમાસાને લઈને કેટલીક આગાહીઓ કરી છે, તેમના મતે આ વર્ષે 96થી લઈને 104 ટકા જેટલો વરસાદ પડી શકે છે, ત્યારે વાત સૌરાષ્ટ્રની અને જૂનાગઢની કરીએ તો અહીં સરેરાશ 860 મિલીમીટર જેટલો વરસાદ પડી રહ્યો છે, જેને અંદાજિત માનવામાં આવ્યો છે. પરંતુ જે પ્રકારે ભારતીય હવામાન વિભાગે ચોમાસાને લઈને આગાહી કરી છે. તે મુજબ વરસાદ પડે તો સૌરાષ્ટ્રમાં 100 ટકા કરતાં વધુ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, ત્યારે એમ કહી શકાય કે આગામી ચોમાસું સૌરાષ્ટ્ર માટે સચરાચર વરસાદ લઈને આવનાર છે, તેવું હવામાન વિભાગ અનુમાન લગાવી રહ્યું છે.