જૂનાગઢ: શહેરમાં આવેલી કૃષિ યુનિવર્સિટી આમ તો ઘણા બધા રિસર્ચને કારણે ચર્ચામાં રહે છે. પરંતુ મગફળીનું ઉત્પાદન વધારવા માટે નિષ્ણાતોની એક કમિટી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં ત્રણ દિવસ બેઠક કરશે. 100થી વધારે રિસર્ચસ મગફળી ઉપર સંશોધન કરી રહ્યા છે. માત્ર ગુજરાત જ નહીં જુદા જુદા જિલ્લા- રાજ્યોમાં મગફળીના વાવેતર સાથે મોટી ગુણવત્તા તથા ઉત્પાદકતા કેવી રીતે મેળવી શકાય એની ચર્ચા થશે. આ બેઠકમાં ઊંડી ચર્ચા કર્યા બાદ મગફળીને લઈને કૃષિ વૈજ્ઞાનિકોની ટીમ એક એવા પરિણામ સુધી પહોંચશે. જેમાં મગફળીની ખેતીને વેગ મળવાની સાથે આધુનિકતા પણ પ્રાપ્ત થશે. જેની સીધી અસર એની ગુણવત્તા પર પડશે.
સંશોધનકારોની બેઠક:જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં આજથી ત્રણ દિવસ સુધી દેશના 100 કરતાં વધુ સંશોધનકારોની હાજરીમાં આધુનિક સમયમાં મગફળીનું ઉત્પાદન અને તેની ગુણવત્તાને લઈને જે સંશોધનો થઈ રહ્યા છે. તેના પર એક જગ્યા પર બેસીને તેમના દ્વારા થયેલા સંશોધનોનું કોઈ અંતિમ નિષ્કર્ષ કાઢશે. ત્રણ દિવસ સુધી દેશના અલગ અલગ રાજ્યમાં મગફળીનું વાવેતર અંગે ચર્ચા થશે. મગફળીનું ઉત્પાદનની સાથે ગુણવત્તામાં કઈ રીતે વધારો કરી શકાય તે માટેના સંશોધનકારોના વિચારો અને તેમના સંશોધનો અલગ અલગ રાજ્યના વૈજ્ઞાનિકો સાથે શેર કરશે. આગામી વર્ષોમાં મગફળીનું ઉત્પાદન વધારવાની સાથે ગુણવત્તા યુક્ત મગફળી ખેડૂતના ખેતર સુધી બિયારણ રૂપે મળે તે માટે પણ આ સંશોધન બેઠકને મહત્વની માનવામાં આવે છે.
ભારતમાં મુખ્ય પાંચ કેન્દ્રો:રાષ્ટ્રીય મગફળી અનુસંધાન કેન્દ્ર દ્વારા ભારતમાં મુખ્ય પાંચ સંશોધન કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. જેમાં ગુજરાતમાં જૂનાગઢ આંધ્રપ્રદેશમાં કાદરી મહારાષ્ટ્રમાં જલગાવ તમિલનાડુમાં વૃદ્ધા ચલમ અને કર્ણાટકના ધારવાડમાં મગફળી અનુસંધાન કેન્દ્ર ચાલી રહ્યા છે. જેમાં મગફળીની ગુણવત્તા અને ઉતારા ન લઈને સતત સંશોધન કાર્ય આજે પણ ચાલી રહ્યું છે. ત્યારે પ્રતિ હેક્ટર 17.5 ક્વિન્ટલ મગફળીનું જે લક્ષણ રાખવામાં આવ્યું છે.