ગુજરાત

gujarat

ETV Bharat / state

જૂનાગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં કૃષિ જણસોનો ભરાવો થતા તમામ હરાજી બંધ - closes all auctions

આવતીકાલથી નવો નિર્ણય ન થાય ત્યાં સુધી જૂનાગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં તમામ પ્રકારની કૃષિ જણસોનાની જાહેર હરાજી બંધ રાખવાનો નિર્ણય યાર્ડ સત્તાધીશો દ્વારા કરવામાં આવ્યો છે. ચોમાસાની ઋતુ અને યાર્ડમાં કૃષિ જણસોનાનો ભરાવો થતા તમામ કૃષિ જણસોનાની જાહેર હરાજી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

કૃષિ જણસોનો ભરાવો થતા તમામ હરાજી બંધ
કૃષિ જણસોનો ભરાવો થતા તમામ હરાજી બંધ

By

Published : Jun 7, 2021, 1:33 PM IST

  • આગામી નવા નિર્ણય સુધી તમામ હરાજી રોકી દેવાઇ
  • અનિશ્ચિત સમય સુધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં જાહેર હરાજી બંધ
  • કૃષિ જણસોની ભરાવો અને ચોમાસાની ઋતુને લઈને નિર્ણય કરાયો

જૂનાગઢ :ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં નવો નિર્ણય ન થાય ત્યાં સુધી આવતી કાલથી તમામ પ્રકારની કૃષિ જણસોની જાહેર હરાજી બંધ રાખવાનો નિર્ણય યાર્ડના સત્તાધીશો દ્વારા કરવામાં આવ્યો છે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કૃષિ જણસોનો ભરાવો તેમજ આગામી ચોમાસાની સિઝનને ધ્યાને રાખીને યાર્ડના સત્તાધીશો દ્વારા આવતી કાલથી તમામ પ્રકારની જાહેર હરાજી બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.

કૃષિ જણસોનો ભરાવો થતા તમામ હરાજી બંધ

આ પણ વાંચો : અમદાવાદની માંડલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિને સરકારે 25 હજાર ચોરસમીટર જમીન ફાળવી

યાર્ડમાં કૃષિ જણસોની લે-વેચનું કામ ફરી શરૂ

યાર્ડમાં ફરીથી કામકાજ શરૂ કરતા પૂર્વે વેપારીઓને અગાઉ માર્કેટિંગ યાર્ડ દ્વારા સૂચનાઓ આપવામાં આવશે. ત્યારબાદ યાર્ડમાં કૃષિ જણસોની લે-વેચનું કામ ફરી શરૂ થશે. કોરોના સંક્રમણને કારણે રાજ્ય સરકાર દ્વારા લાદવામાં આવેલા કેટલાક પ્રતિબંધોને કારણે માર્કેટિંગ યાર્ડ એક મહિના કરતા વધુ સમયથી બંધ જોવા મળતુ હતુ.

કૃષિ જણસોનો ભરાવો થતા તમામ હરાજી બંધ

આ પણ વાંચો : આંશિક નિયંત્રણો હટાવાતા બનાસકાંઠામાં ફરીથી તમામ માર્કેટયાર્ડ 22 મેથી શરૂ થયા

ધાણા, તલ, મગ, અડદ અને સોયાબીન જેવી કૃષિ જણસોનાની જાહેર હરાજી

ગત 24મી મેના દિવસે માર્કેટિંગ યાર્ડ ફરીથી કાર્યરત થયું હતું. ધાણા, તલ, મગ, અડદ અને સોયાબીન જેવી કૃષિ જણસોનાની જાહેર હરાજી હાથ ધરવામાં આવી હતી. 13 દિવસના કામકાજ પછી આજે કૃષિ જણસોની પુષ્કળ આવક અને ચોમાસાની સિઝનને ધ્યાનમાં રાખીને નવો નિર્ણય ન કરવામાં આવે ત્યાં સુધી બંધ રાખવાનો નિર્ણય યાર્ડના સત્તાધીશો દ્વારા કરવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details